એક ગ્રાહક તમારી પાસે આ છે હક્ક...ગ્રાહકોની સુરક્ષા અને અધિકાર માટે જાગૃતતા જરૂરી

તંત્ર ઉંઘમાથી જાગશે?

એક ગ્રાહક તમારી પાસે આ છે હક્ક...ગ્રાહકોની સુરક્ષા અને અધિકાર માટે જાગૃતતા જરૂરી

Mysamachar.in-જામનગર:

નાણા ચુકવીને કોઇપણ વસ્તુ કે સેવા લેવામા આવે અથવા એ વસ્તુ કે સેવા અન્ય વ્યક્તિ ઉપયોગમા લે તે ગ્રાહક છે, આ માટે કાયદો અમલમા છે તેની જાણકારી ગ્રાહકોએ મેળવવી જોઇએ તેમ નિષ્ણાંતોનુ કહેવુ છે,. અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ બ્લોક નં. ૧૪. છઠ્ઠો માળ, સચિવાલય. ગાંધીનગર દ્વારા  કાનુનીમાપ વિજ્ઞાન એટલે કે તોલમાપ અને ગ્રાહક સુરક્ષા બાબતો અંગેની જાણકારી અવારનવાર જાહેર કરે છે, પરંતુ સ્થાનિક  તોલમાપ તંત્રની નિષ્ક્રીયતાથી આ વિગતો અને માહિતીઓ ગ્રાહકો સુધી પહોંચતી નથી જેના કારણે ગ્રાહકો તોલમાપમા છેતરાય ક્વોલીટીમા છેતરાય ભાવમા છેતરાય તો તેને ખ્યાલ નથી હોતો કે આ બાબતે તેને શુ અધીકાર મળ્યા છે, અને ક્યા ફરિયાદ કરવાની હોય તેમજ વેપારી કે સેવા આપનારે તેમને શુ વળતર આપવુ જોઇએ....

માયસમાચારના વાચકોને જણાવીએ કે તોલમાપ ભવન, પાણીની ટાંકી સામે, સારંગપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૨ ના ફોન નંબર.. ૨૨૧૬૨૮૪૦, ૨૨૧૧૪૧૭૭, ફ્રેક્સ ૨૨૧ ૧૪૨૩૪ અને ટોલફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ કે ૧૮૦૦ ૨૩૩૦ ૨૨૨ ઊપર પણ ફરિયાદ કરી માર્ગદર્શન મેળવી શકાય દરેક જિલ્લાની જેમ જામનગરમા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના તોલમાપ અને ગ્રાહક સુરક્ષાની બાબતોના મદદનીશ નિયંત્રકની કચેરી સેવાસદન ૪  વિક્ટોરીયા પુલ પાસે જયારે ડીવીઝન કચેરી બેડેશ્વર ગવર્મેન્ટ કોલોની પહેલા સરકારી ગોડાઉન કેમ્પસમાં કાર્યરત છે, તેમજ ગ્રાહક સુરક્ષા કોર્ટ પણ ત્યાં જ કાર્યરત છે.ત્યાંથી અમસ્તી પણ ગ્રાહક સુરક્ષાની વિગત જાગૃતિ માટે લેવા જઇ શકાય અને પરિવારને સોસાયટીને  સમગ્ર નગરને જાણકારી આપી શકાય.

સરકારના આ અંગેના કાયદા મુજબ ગ્રાહક ગમે ત્યારે ખરીદી કરે ત્યારે વસ્તુ વિષે માહિતીનો અધિકાર, વપરાશ ચીજ સામે સલામતીનૉ અધિકાર, નુકસાન સામે વળતરનૉ અધિકાર, ખરીદી વિષે પસંદગીનો અધિકાર, ફરિયાદ કરવાનો અધિકાર,ગ્રાહક શિક્ષા મેળવવાનો વગેરે અધીકાર ધરાવે છે, તેનો ઉપયોગ કરવો જોઇએ  તેમજ એક ગ્રાહક તરીકે છેતરાયા તેવુ લાગે તો વળતર માંગી શકાય છે,

તે માટે જો કોઈ વસ્તુ અથવા સેવાનું મૂલ્ય અને માંગવામા આવેલ વળતર વીસ લાખ રૂપિયા સુધી હોય તેમજ જ્યાં કામગીરી પૂરી અથવા આંશિક રીતે થઈ હોય અથવા જયાં પ્રતિવાદી રહેતો હોય અથવા જયા વેપાર કરતો હોય કે તેની કોઈ શાખા હોય તે જિલ્લા કક્ષાએ એટલે જામનગર રહેતા હોય તો અહીની ગ્રાહક સુરક્ષા ફોરમમા( ગ્રાહક સુરક્ષા કચેરીએ થી જરૂરી માર્ગદર્શન મેળવાય, ગ્રાહકમંડળો પાસેથી કે ફોરમ પાસેથી માહિતી મેળવાય) અને વીસ લાખથી વધુ વળતર હોય તો રાજ્યકક્ષાએ ગ્રાહક ફોરમમાથી અને એક કરોડથી વધુ નુ વળતર હોય તો નેશનલ ફોરમમાં થી ન્યાય મેળવી શકાય ગ્રાહકોએ ચીજવસ્તુ સારવાર સેવા જેના પણ પૈસા ચુકવે તેનુ પાકુ બીલ અવશ્ય મેળવવુ જે આધાર તરીકે જરૂરી છે તેમ પણ નિષ્ણાંતો એ ઉમેર્યુ છે.