માપદંડ કોઇને રીજેક્ટ કરવા માત્ર હોય છે, અમુકના અસ્ત અને અમુકના ઉદય આ ચુંટણી દરમ્યાન થશે તે ચોંકાવનારા હશે

વિધાનસભા ચુંટણી પર વિશ્લેષણ

માપદંડ કોઇને રીજેક્ટ કરવા માત્ર હોય છે, અમુકના અસ્ત અને અમુકના ઉદય આ ચુંટણી દરમ્યાન થશે તે ચોંકાવનારા હશે

My samachar.in:-ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચુંટણીનું આ વર્ષ છે, વહેલા કે સમયસર ચુંટણી તો આ વર્ષમાં જ આવશે તે વાત નક્કી છે, ત્યારે સૌ કોઈ પોતાની રીતે અત્યારથી જ મહેનત કરવા લાગ્યા છે, કોઈ દિલ્હી...કોઈ સુરત...કોઈ ગાંધીનગર સહીતના ચક્કરો કાપી રહ્યા છે.અને મને આપજો હું જીતીશ ના દાવાઓ કરે છે, પણ આ તમામ વચ્ચે વિધાનસભા ચુંટણી સંદર્ભે ગુજરાતના રાજકારણની ડામાડોળતા વચ્ચે સૌ પ્રથમ વ્યુઅર્સમાથી જાણવા મળેલા કેટલાક મુદ્દાઓ જોઇએ અને બાદમા ટીકીટ ફાળવણી માપદંડ ખરેખર શુ કરવા હોય છે તે પણ જાણીએ..

 

-"જેને જવુ હોય તે જાય" ના કોંગ્રેસ નેતાઓના  ભાષણોથી નિવેદનોથી પક્ષપલટુ સ્વાભાવિક વધે જ ને...!?

-વિરોધપક્ષ દ્વારા થતા આંદોલનો નિર્ણાત્મક હોવા જોઇએ માત્ર ખાત્રી તો અભી બોલા અભી ફોક જેવીય હોય ને!? દેખાવ પુરતા વાણી વિલાસ નહી પ્રજા માટે પહેલા શાસકો તમે પુરતી વ્યવસ્થા કરો અથવા કર્યુ તે બોલો તે પછી રોજ વારંવાર પ્રજા સામે બોલજો.....

-બીજી તરફ વિરોધ કરી અન્યાય દૂર થાય ત્યા સુધી અને જનસુવિધા થઇ જ જાય તેમ દરેક લડતને વિપક્ષ કે ત્રીજા પરીબળો નિર્ણાયક ઓપ આપો તો પ્રજા સામે જોશે પડખે ઉભશે તેવી સોનેરી સલાહ પણ આ તમામ આયોમો વાળી મુદાસર વ્યાપક છણાવટ વખતે રાજકીય વિશ્લેષકો ઉમેરે છે

-અગાઉ ભાજપ એ પણ ખુબ જહેમત કરી છે વર્ષો સુધી તપ કર્યુ અને વિરોધની નવી વ્યાખ્યા (એ વિરોધ માંગણી વગેરે પૈકી ઘણી અત્યારે પણ પ્રજાના પ્રશ્નો છે  જ જેના રેકર્ડ પણ છે) બાદ રૂપકડા સુત્રો અને પ્રચાર શૈલીથી સતામા અવિરત આગળ વધ્યુ હજુ વધે છે ને ભીંસમાથી રસ્તા કાઢે છે

-પરંતુ આ કેડર બેઝ.....નેશન ફર્સ્ટ.....કાર્યકર્તા જ મહાન....કેડર બેઝ.....સૌને તક, મજબુત સંગઠન વગેરે વગેર....તો પછી બીજા પક્ષના કેમ લેવા પડતા હશે? સામે પટ્ટ નબળુ કરવા કે પોતાને ડગુમગુ લાગે તે વિસ્તારોમાથી આયાતબેઝ ફરજીયાત હશે? ત્યા સંગઠનની રૂપકડી વાતો બેઅસર હશે?કે સંગઠનની મજબુતાઇ ઉપરના ભરોસા કરતા તે લગત વિસ્તારમા વરવી સ્થિતિ થવાનો વધુ ભરોસો હશે?તેવો સવાલ પારખુ પ્રજાજનોને થાય તે સ્વાભાવિક છે નહિતર ભરતી મેળાઓ ની જરૂર છે?

-લાસ્ટ પંચ....માપદંડ કોઇને રીજેક્ટ કરવા માત્ર હોય છે, અમુકના ઉદય અમુકના અસ્ત માટેનુ સચોટ બહાનુ પણ છે.

ચુંટણીની ટીકીટ ફાળવણી થશે ત્યારે કહેવાતી પોલીસી હવા થઇ ગઇ હશે તેમ ભાજપ માટે અંદરખાને ચર્ચા છે કેમ કે અમુક અમુક નેતાઓ સામે પગલા લેવા કે "કઇક" ખરા સમયે ગતકડા બહાર આવે તો નવાઇ નહી તેવા તારણો સાંભળવા મળ્યા છે, ભાજપમા હજુય મહેનત કરી વિરોધ સામનો કરવાનો છે તેમા ગફલત ચાલે તેમ નથી તેમ જાણવા મળ્યુ છે માટે ઉપરાઉપરી મીટીંગ સેમીનાર તાલીમ વગેરે ઉપરાંત ખુબ મહત્વનુ ગણાય તેમ ખુદ વડાપ્રધાન સાંસદો સહિત જુદી જુદી કેટેગરીના પક્ષના આગેવાનોના વર્ગો અવિરત લઇ  રહ્યા છે..

તેમજ દરેક ને ટાર્ગેટ આપી રહ્યા છે, વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારી કરવા ઘણાય ઇચ્છુક છે ત્યારે ત્રણેય પક્ષની ફોર્મ્યુલા અલગ અલગ છે, તેમજ માત્ર હાલારના બંને જિલ્લાઓમાથી કોંગ્રેસમા માંડી બે ડઝન જેટલા નેતાઓ સાત બેઠકો માટે  પ્રબળ દાવેદારી કરી રહ્યા છે બાકીના ચકાસવા માટે સ્ટેમ્પ વિના  ફોર્મ ભરવા તજવીજ કરી રહ્યા છે....જેના ઉપરથી  તો વળી કોંગ્રેસમા પુરતો સ્ટોક ટકોરા બંધ  રહે તો  હાલારમાં 100 થી વધુ ઉમેદવારો ટીકીટની પ્રતિક્ષા કરી છેડા લગાવી  રહ્યા છે જ્યારે આપ માટે હાલારના બંને જિલ્લાઓમા મળીને ચાલીસથી વધુ દાવેદારો કુલ સાત બેઠકો માટે રહે તેવુ અનુમાન છે બીજી તરફ સતાધારી પક્ષ હોવાથી  તે કારણથી જ સાતમાથી  અમુક  એક એક બેઠક માટે પચીસથી પાંત્રીસ હાલ તો દાવેદારો છે..

માપદંડ નિતિનુ સો ટકા ચુસ્ત અમલ કરવાના બહાના હેઠળ અમુકના ઉદયને અમુકના અસ્તની ફોર્મ્યુલા પણ અમલમા લાવવાના આ ખરા સમયે કઇક પગલા શાસક સહિત દરેક પક્ષ અમુક સામે પ્રત્યક્ષ  કે પરોક્ષ લેવાય....તે..સ્વાભાવિક છે રાજકીય પક્ષોમાં ઉમેદવારી નક્કી કરવા  માપદંડ અને નિતી હોય છે જેમા બાંધછોડને પુરતો ચાન્સ હોય છે માપદંડ તો ટીકીટ આપવી જ કે ન જ આપવી એમ બે મુખ્ય આધાર ચોક્કસ પુરતો સિમિત હોય છે માપદંડ નિતિનુ સો ટકા ચુસ્ત અમલ શક્ય જ નથી કેમકે સામાજીક સમીકરણો મુજબ ટીકીટ ફાળવણી કરવાની હોય તે કવાયત ઘણી ટફ છે જેમા 25થી 40ટકાનુ વેરીએશન કે કોમ્પ્રોમાઇઝ  કરવુ પડી શકે તેમ સંજોગો ઘણી વખત સર્જાય  છે તેમ ચર્ચા થઇ રહી છે અને ખુબ જ મહત્વની વાત એ છેકે અમુકના અસ્ત અને અમુકના ઉદય આ ચુંટણી દરમ્યાન થશે તે ચોંકાવનારા હશે તેમ  સમીક્ષકો માને છે