Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
આમ તો સ્માર્ટફોનનો ઉપયોગ ઘણા લોકો માટે ઉપયોગી સાબિત થયો છે, પરંતુ આ ફોનમાં પણ સોશ્યલ મીડિયાની ફેવરીટ ચેટીંગએપ વોટ્સએપ વડે ગ્રુપ બનાવી અને જુગારનો કેસ દ્વારકા પોલીસ શોધી કાઢ્યો છે, દ્વારકા પોલીસે ઓનલાઈન જુગાર રમતો ઝડપી પાડ્યો છે, રક્ષીતભાઇ ઉર્ફે ભુરો જયેશભાઇ બથીયા, મો.નં. 97263 75745, અને મો.નં.79843 44322 વાળાએ પોતાના મોબાઇલમાં ‘’Ludo king 100% trustfull’’ નામનુ વોટસએપ ગૃપ બનાવી જેમાં અમિત રમેશભાઇ રામદતી તથા અક્ષયભાઇ જયેશભાઇ બથીયા સભ્યો બની અને તેમાં લુડો નામનો ઓન લાઇન જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી ઉપરોકત મોબાઇલ નંગ- 3 કી.રૂ.14,500/- તથા રોકડ રૂપીયા 10,260/- સાથે મળી કુલ મુદ્દામાલ રૂ.24,760/- નો રેઇડ દરમ્યાન પકડાઈ ચુક્યા છે જયારે બે મોબાઈલ નંબર ધારકો પકડવા પર બાકી છે.