500 અને 100 ના દરની 44 હજારની નકલી નોટો ઝડપાઈ

ડુપ્લીકેટ નોટો ક્યાં અને કેવી રીતે કયા પ્રિન્ટિંગ મશીન ઉપર છપાઈ તે શોધવા પોલીસની મથામણ

500 અને 100 ના દરની 44 હજારની નકલી નોટો ઝડપાઈ

Mysamachar.in-અરવલ્લી

અરવલ્લી જીલ્લાના બાયડના પ્રાંતવેલમાં એસઓજી અરવલ્લીએ ડુપ્લીકેટ નોટો કોઈ શખ્સ દ્વારા અપાતી હોવાની બાતમી મળતાં મંગળવાર મોડી રાત્રે સાઠંબા પોલીસને સાથે રાખી નાકાબંધી કરી રેડ કરતાં ડુપ્લીકેટ નોટોનો વેપલો કરતો પ્રાંતવેલનો વ્યક્તિ બાઈક રોડ પર છોડી ડુપ્લીકેટ નોટો રોડ ફેંકી પલાયન થઈ ગયો હતો. પોલીસે 100 તથા 500 ના દરની 200 નોટો પકડી હતી. પ્રાંતવેલના અલ્પેશ ખાંટની તપાસ કરી તેને ઘેરવાનો પ્રયાસ શરૂ કરતાં પોલીસને જોઈ અલ્પેશ ખાંટ તેની સાથે રહેલી બાઇક નં. GJ 31 H 4254 ને રોડ ઉપર મૂકી ભાગતાં પોલીસે તેનો પીછો કરતાં અંધારામાં અલ્પેશ ખાંટ તેની સાથે રહેલા 100 તથા 500 ના દરની નોટોનું બંડલ ફેકી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.

પોલીસે 44 હજાર રૂપિયાની કુલ નોટોમાં 100 રૂપિયાની 140 તથા 500 રૂપિયાની 60 નોટો પકડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીની ટીમને ડુપ્લીકેટ નોટોના રેકેટ ને ઝડપ્યું છે. આવી લાખો રૂપિયાની નોટો મહિસાગરના વિરપુર તાલુકામાં તથા બાયડ તાલુકામાં ફરતી હોવાની આશંકા સેવાઈ રહી છે. ડુપ્લીકેટ નોટો ક્યાં અને કેવી રીતે કયા પ્રિન્ટિંગ મશીન ઉપર છપાઈ છે તેને શોધવા પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે.