Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના નગરસેવકોએ ગત વખતે અનેક કચાશ રાખી નાગરીકોને આપવાની ફરજીયાત સેવામા નિષ્ફળ ગયા (આમ તો વર્ષોથી સતામા હોવા છતા ઘણા ઠોસ અને અત્યંત જરૂરી સેવા હજુ નાગરીકોને નથી મળી આ તો મોદીના વિકાસના નામે દર વખતે તરી જાય છે તેમ સર્વેક્ષકો કહેછે) માટે તો ઘણાને ટીકીટ ન મળી ટીકીટ મળી તો અમુક જીત્યા અને જીત્યા તેમાથી ઇચ્છા ખુબ હતી તોય અમુક કહેવાતા દાવેદારોને પદ ન મળ્યા એકંદર હવે જાગ્યા ત્યાથી સવાર ગણી પ્રજાની ફરજીયાત હકની બાબતે કામ કરવાનુ છે નહિતર આગળ વધવાનો ચાન્સ નહી મળે તેમ લાગે છે, કાયદા મુજબ મહાનગરપાલિકા વિસ્તારોમા રહેતા નાગરીકો માટે ફરજીયાત સેવા મેળવવાના જે અધિકાર છે તે જાણવુ mysamachar ના વ્યુઅર્સ માટે જરૂરી બની રહેશે તેમજ આ તમામ ફરજીયાત સેવા મળે છે કે નહી તે પ્રજા જાણે છે અને પ્રજા જેમને ચુંટીને મોકલે છે તેઓ તમામ નગરસેવકો જામનગરની તમામ સૌ પ્રજાને આ અધીકાર અપાવે છે?? તે પણ લોકો જાણે જ છે,
કોર્પોરેશનમા ચુંટાઈ જવાથી ફરજ પુરી નથી થઇ જતી ત્યાંથી તો શરૂઆત થાય છે તેમાય વર્ષોથી જેનુ શાસન હોય તે જ પક્ષના સેવકોના વિસ્તારોમા કાયદા મુજબ ફરજીયાત સેવાઓ માટે પ્રજાજનોએ અવાજ ઉઠાવા પડે તેવા પ્રતિનિધીત્વ પાસે વિશેષ શુ આશા રખાય ?? નાગરીકો જાણે છે કે આ ફરજીયાત સેવાઓ અને મરજીયાત સેવાઓ જે કાયદા મુજબ તેમને મળવાપાત્ર છે તેમાંથી નિયમિત કેટલી મળે છે?? કેટલી પ્રાથમિક ફરજીયાત સેવાઓ કર ભરવા છતા મેળવવા માટે કેટલી રજુઆત ફરિયાદો ના હવાતીયા મારવા પડે છે ધક્કા ખાવા પડે,..ત્યારે આ નવી પદભારીત ટીમ અને દરેક કોર્પોરેટરો( ખાસ કરી શાસક પક્ષના) ની જે અનેક જવાબદારીઓ છે તેમાથી નાગરીકોને મળવાપાત્ર ફરજીયાત સેવાઓ ફરીથી mysamachar.in ના વ્યુઅર્સને જણાવી દઇએ, ધ બીપીએમસી હવે જીપીએમસી એક્ટ મુજબ મ્યુ. કોર્પો.ની પ્રજાજનો માટેની ફરજિયાત સેવાઓમા…
-મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવતી સોસાયટીઓના અને જાહેરરસ્તાઓમાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા.
-મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા તમામ રસ્તાઓ ઉપરથી કચરાઓ સાફકરાવવા.
– શહેરમાં દુર્ગધ મારતો પદાર્થ અને કચરો એકઠા કરવા અને લઈ જવા બાબત.
-શહેરી વિસ્તારમાં ખુલ્લી ગટર અને ભુગર્ભ ગટર સાફ કરાવવી તથા સાર્વજનિકમુતરડીઓ અને પાયખાના સાફ કરાવવા અને નિભાવવા અંગેની કામગીરી.
-શહેરમાં રોડ પર રખડતાં ઢોર પૂરવાના ડબ્બાની વ્યવસ્થા કરવી, સંપાદન કરવા અને રખડતાં ઢોર પૂરવા અને નિભાવવાનું કાર્ય.
– શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સાર્વજનિક માર્કેટો બાંધવા, નિભાવવા.
-શહેરમાં આકસ્મિક કે માનવસર્જિત આગને ઓલવવા, આગ સામે જીંદગી અનેમિલકતનું રક્ષણ કરવાનું કાર્ય.
– શહેરમાં મડદા નિકાલ માટેની જગ્યાની સગવડ કરવી, નીભાવવી અને નિયમન કરવા અંગે.
-સાઈન બોર્ડ મૂકવા અંગે.
– શહેરોમાં જૂના અને જોખમકારક ઈમારતો કાઢી નાખવી અથવા સુરક્ષિત કરવી.
-શહેરમાં ભયંકર, ચેપી અને સ્પર્શજન્ય રોગો થતા અટકાવવા અને તેનો ફેલાવો રોકવો તેમજ તે અંગેના અસરકારક પગલાં લેવા.
– શહેરમાં આરોગ્યને હાની કરે તેવા વિસ્તારોની સાફ-સફાઈ કરાવવી અને ઉપદ્રવકારક કચરો, ઝાડ-પાદડાનો નિકાલ કરવો.
– મહાનગરપાલિકાની હદમાં આવતા સાર્વજનિક રસ્તાઓ, પેટા માર્ગો, પુલો બનાવવા અને નિભાવવા.
-પ્રાથમિક શિક્ષણ માટે શાળાઓની જગ્યાની સગવડ કરી આપવી, બિલ્ડીંગ બંધાવવી તેમજ શાળાઓ નિભાવવી.
– મહાનગરપાલિકાની રેવન્યુ આવકના 10% સુધીની આવક શહેરના સ્લમ વિસ્તારોમાં ખર્ચ કરવા અંગે.
– દુષ્કાળના સમયમાં કે અછત વખતે રાહતની જોગવાઈ કરવા બાબત.
– જન્મ અને મૃત્યના રજીસ્ટ્રેશન કરવા બાબત.
– મહાનગરપાલિકાની ઓફિસ, ઉપરાંત તેમને પ્રાપ્ત થયેલ ખુલ્લી જગ્યાઓ અને સ્મારકો નિભાવવા,
એકંદર સારાંશ મુજબ જોઇએ તો ફરજીયાત સેવાઓ માટે પ્રજાના અધીકાર છે, તેમાં શહેરની હદ નક્કી કરતી સરહદરેખાનું નિર્માણ કરવું, જાહેર રસ્તાઓ અને સ્થળોની સાફ-સફાઈ કરવી તથા સુએઝ સેવાઓ પાણીની સુવીધા પુરી પાડવી, ગટર વ્યવસ્થા, અગ્રીશામક સેવાઓ, આરોગ્યને લગતી તબીબી અને વૈધકીય સેવાઓ પૂરી પાડવી, સડકની પ્રકાશ વ્યવસ્થા, સ્મારકો અને જાહેર સ્થળોથી જાણવણી સડકો અને ઘરોની ઓળખ, જાહેર બજાર અને કતલખાનાનું બાંધકામ અને સંચાલન, અંતિમવિધિ માટેના સ્થાન અને સ્મશાનની જાણવણી, સડકોનું બાંધકામ અને જાણવણી, સ્ટ્રીટલાઈટ, અને પ્રાથમિક શિક્ષણનો સમાવેશ થાય છે, હવે પ્રજાએ સમજવાનુ છે કે શુ આ સેવાઓ નિયમિત મળવાનુ નવી ટીમ તેમજ નવા પદધારીત કે નવા નગરસેવકોએ તેમને આ સેવા અપાવવાનુ શરૂ કર્યુ? તે માટે જહેમત શરૂ કરી છે? આ ઉપરાંત ધી બોમ્બે ( હવે ધ ગુજરાત) પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન ઍક્ટ કલમ-૬૬ મુજબ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતી મરજીયાત સેવાઓ પણ છે જેમાં
– જાહેર આરોગ્ય સંબંધિત પાણી, ખોરાક અને ઔષધોની તપાસ કરવી, તેમજ પૃથ્થકરણ માટે અથવા રોગ શોધી કાઢવા માટે જીવાણુ અથવા રાસાયણિક વિજ્ઞાન વિષયક સંશોધન પ્રયોગશાળાની વ્યવસ્થા કરવા અને નિભાવવા બાબત.
-માંદા કે અશક્ત નાગરીકોની સંભાળ માટે સંસ્થાઓની વ્યવસ્થા અને નિભાવ બાબત.
– અપંગ, ખોડ-ખાપણવાળા, મુંગા-બહેરા અને આંધળા બાળકોના પ્રશિક્ષણ અને સારસંભાળ માટે સંસ્થાકીય વ્યવસ્થા અને નિભાવ કરવા.
– એમ્બ્યુલન્સ સર્વિસ સંબંધિત વાહન સેવા વિકસાવા અને નિભાવ અંગેની કામગીરી.
– શહેરના રસ્તાઓ અને કોમન પ્લોટમાં પશુ-પક્ષી તેમજ માણસો માટે પીવાના પાણીના વારા-હવાડા બાબત.
– સાર્વજનિક રસ્તાઓની બાજુમાં અથવા ડિવાઈડર વચ્ચે તથા જાહેર સ્થળોએ વૃક્ષો રોપવા અને નિભાવ અંગેની કામગીરી.
– શહેરમાં સાર્વજનિક ઈમારતો, આરામગૃહો, નાટ્યગૃહો બાંધવા અને નિભાવઅંગેની કામગીરી.
– શહેરમાં સ્નાનાગારો, ધુલાઈઘરો સંબંધિત સેવાઓ. ”
– જાહેર આરોગ્યલક્ષી સેવા સંબંધિત સંસ્થા બાબત.
– શહેરના લોકો માટેની સંગીત સંદર્ભની જોગવાઈઓ કરવા બાબત.
– પ્રાણીઓના સંગ્રહસ્થાનોની વ્યવસ્થા કરવી, જગ્યા ખરીદવી તથા બાંધકામ કરવાબાબત.
– શહેરમાં આર્ટગેલેરીઓ, પુસ્તકાલયો અને સંગ્રહસ્થાનો સ્થાપવા માટે ઈમારતો બાંધવા-ખરીદવા અથવા મદદ કરવા કે નિભાવવા બાબત.
-શહેરની ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વાહનો માટે જાહેર જગ્યાઓમાં અથવા ભાડાપટ્ટા કે ભાડા પર પાર્કિંગ જગ્યા ઓની સગવડ બાબત.
– શહેરમાં કે શહેરથી દૂર પશુઓ માટે દવાખાના અને ચિકિત્સાલય બાંધવા અથવા નિભાવવા બાબત.
– ખરાબાની અથવા જાહેર જગ્યાઓ ગૌચરો સંપાદનો કરવા, સ્થાપવા તથા નિભાવવા બાબત.
-મહિલા અને બાળકલ્યાણ સંદર્ભમાં પ્રસુતિગૃહ અને બાળકલ્યાણ કેન્દ્રોની વ્યવસ્થા
અને નિભાવ તેમજ તે મહિલાઓ અને શિશુઓ અને શાળાના બાળકો માટે દૂધ પૂરું પાડવા અંગેની કામગીરી.
-શહેરમાં પ્રાથમિક જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓના અછતના સમયે આવી વસ્તુઓની વહેંચણી માટે દુકાન અથવા હાટની વ્યવસ્થા તથા નિભાવ અંગે.
– શહેરમાં ઉપદ્રવ કરતાં, રખડતાં પશુઓ, પકડવા અથવા નાશ કરવા.
-કુદરતી કે માનવસર્જિત કોઈ માનવીને અસર કરે તે પ્રકારની આફતને પહોચી વળવા.
– શહેરી વિસ્તારમાં સાર્વજનિક બાગ-બગીચા અને રમત-ગમતના મેદાનોની જોગવાઈ અને જાળવણી.
-મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે રહેઠાણના મકાન બાંધવા, ખરીદવા અને નિભાવવા અંગે.
-મહાનગરપાલિકાના કર્મચારીઓને મહાનગરપાલિકા ઠરાવે તેવી શરતોને આધિન રહેઠાણના મકાન બાંધકામ માટે ધિરાણ આપવા બાબત.
-લગ્ન વિષયક નોધણી બાબત.
-મહાનગરપાલિકાના કર્મચારીઓના કલ્યાણ સંબંધિત અન્ય ઉપાયો લેવા અંગે.
-શહેરના ગરીબ અને નબળા વર્ગના લોકો માટે આવાસ બાંધવા અને નિભાવવા.
– શહેરી વિસ્તારની જમીનો અને ઈમારતોના સર્વે બાબત.
– શહેરજનોના શિક્ષણ, આરોગ્ય તેમજ સુરક્ષામાં અભિવૃદ્ધિ કરે તેવી યોજના બાબત.
– શહેરમાં મનોરંજન અને સાર્વજનિક સમારંભમાં રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી.ફાળો આપવા,
-શહેરમાં એકત્રીત થયેલ ઘનકચરાના નિકાલ માટે પ્રક્ષેત્ર કે કારખાનું સ્થાપવું અને નિભાવવા અંગેની કામગીરી.
-શહેરી લોકોના સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને ગેસના પૂરવઠા અને વિદ્યુત પૂરવઠા સંબંધિત ઉપકરણો શરૂ કરવા તથા ખરીદવા અથવા આર્થિક મદદ કરવા બાબત.
-શહેરના કામદાર અને ગરીબ વર્ગના મજૂર લોકોને ધંધાલક્ષી ઓજારો અને સાધનોઆપવા તેમજ અન્ય કોઈપણ રાહત ની જોગવાઈ કરવી.
આ ફરજીયાત સિવાયની મરજીયાત સેવાઓમા સમાવિષ્ટ યાદી જોતા જો ફરજીયાત સેવામા મનપા ઉણુ ઉતરે તો મરજીયાત સેવાઓની શુ આશા રાખવી?? તેમ સમગ્ર અહેવાલ અંગે વિશ્લેશકો જણાવે છે અને નવા પ્રજાસેવકો અને હોદાવાળાઓ સામે મીટ માંડી બેઠા છે જોઇએ સમય બતાવશે શુ થાય છે ??? તેમ પણ માહિતી આપવાની સાથે તજજ્ઞો એ ઉમેર્યુ છે.