કોરોના રસીની રાસલીલા......18 પ્લસ માટે અવ્યવસ્થાથી વિલંબની ભિતી વચ્ચે રજીસ્ટ્રેશનની આડશ લગાવતુ તંત્ર

કોર્પોરેશનથી માંડી દેશભરમા સીસ્ટમમાં ગરબડ કે શુ?

કોરોના રસીની રાસલીલા......18 પ્લસ માટે અવ્યવસ્થાથી વિલંબની ભિતી વચ્ચે રજીસ્ટ્રેશનની આડશ લગાવતુ તંત્ર
symbolic image

Mysamachar.in-જામનગર

1 લી મે થી 18 વર્ષથી મોટા તમામને દેશભરમા કોરોનાની રસી આપવાની જાહેરાત તો મોટાપાયે થઇ તો ગઇ હવે 1 લીથી દરેકને આ રસી આપવાનુ શરૂ થઇ જશે કે નહી તે અવઢવ અવ્યવસ્થાની ભિતી વેક્સીન શોર્ટેજ સીસ્ટમની ખામી નોંધણીની ગરબડી સહિત અનેક બાબતો વચ્ચે તંત્ર હવે રજીસ્ટ્રેશનની આડશ મુકતુ હોય તેમ લાગે છે જેથી એ બહાને હાલ પુરતો સ્ટોક નથી તો બહાનુ ધરી શકાય કે રજીસ્ટ્રેશન નથી માટે રસી નહી અપાય જો કે માત્ર જામનગર જ નહી કોરોના રસીનુ આ 18+ વાળુ આયોજન દેશભરમા કસોટીની એરણે છે જે માટે તંત્રની યાદી પરથી  સંદેહ થાય છે.

જામનગર કોર્પોરેશનની યાદી અક્ષરશ: જોઇએ તો.સમગ્ર દેશમાં કોવિડ -19 રોગનું સંક્રમણ અટકાવવા હેતુ સર રસીકરણની કામગીરી ચાલી રહી છે. 18 થી 45 વર્ષના વયજૂથના નાગરિકોના કોવિડ વેક્સીનેશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ 28 એપ્રિલ 2021 થી શરુ થયેલ છે. નાગરિકોના SELFREGISTRATION.COWIN.GOV.IN પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 45 વર્ષથી ઉપરની વય ધરાવતા નાગરીકો માટે રસીનો જથ્થો ભારત સરકાર દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે. 18 તથી 45 વર્ષની વયજૂથના નાગરીકો માટેની રસી રાજ્ય સરકાર દ્વારા અને ખાનગી હોસ્પિટલ દ્વારા ઉત્પાદક પાસેથી સીધી ખરીદવામાં આવશે. આ વયજૂથના રસીકરણ માટે વેકસીનનો જથ્થો સરકાર તરફથી પ્રાપ્ત થયા બાદ સરકારની સુચના અનુસાર શરુ કરવામાં આવશે.

18 થી 45 વર્ષની વયજૂથના નાગરિકોના રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા અપોઈન્મેન્ટ ફરજીયાત છે. સીધા વેક્સીનેશન સાઈટ પર જઈને ઓન સ્પોટ રજીસ્ટ્રેશન થઇ શકશે નહિ. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવેલ 18 થી 45 વર્ષના વયજૂથના જ નાગરીકો રસી લઇ શકશે. આ રજીસ્ટ્રેશન વાળી શરતી ફુદડી વિલંબ કે અવ્યવસ્થામા તંત્ર માટે થોડી રાહતની આડશ બની રહેશે કેમકે રજીસ્ટ્રેશન પ્રોપર થાય તેમ ફુલપ્રુફ સીસ્ટમ નથી બાકી તો તંત્ર છે ઇ તો ધારે તેમ ફેરફાર કરી પોતાનુ પલડુ ભારે રાખશે.