કોંગ્રેસીઓ પોતાના જ સંગઠનથી નારાજ

રાષ્ટ્રીય પક્ષની હાલારમા માઠી

કોંગ્રેસીઓ પોતાના જ સંગઠનથી નારાજ

જામનગર:દેવભૂમિ દ્વારકા:

રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસની હાલારમા માઠી છે, કેમ કે અમુક કોંગ્રેસીઓ જ પોતાના પ્રમુખો આગેવાનો પ્રજાપ્રતિનિધીઓથી નારાજ છે, નારાજ આ દરેકના સિમિત ગૃપ છે, એ કુંડાળા પુરતા જ એના "માણસો" છે એમ ચર્ચાય છે, એક તરફ શહેર પ્રમુખ નથી દ્વારકા જિલ્લામા પણ એવુ જ તો વળી જામનગર જિલ્લાના સંગઠનની નિષ્ક્રીયતા છે, તો વળી તાલુકા સંગઠનના તો કોઇ ઠેકાણા જ નથી. કોંગ્રેસમા જ થઇ રહેલા કચવાટ સાથેના ચર્ચાના અંશ જોઇએ તો કોર્પોરેશનનુ જુથ જુદુ....કોર્પોરેશનમા પણ બે ભાગ..જિલ્લા પંચાયત જુથ જુદુ.....ધારાસભ્યોનુ જુથ જુદુ.....બે ત્રણ આગેવાનોનુ જુથ જુદુ...જિલ્લા પ્રમુખના બદલતા ટેકેદાર....યુવા સંગઠન અને એન એસ યુ આઇ ઉપર મદાર તેમને  દોડાવ્યા જ રાખે....આવી અનેક ચર્ચાઓ કોંગ્રેસની અંદર થાય છે, વળી કોક મોવડી મંડળ સાથે સાંઠ-ગાંઠ વાળાઓનુ જુથ જુદુ...મહિલા સંગઠનમા સંખ્યાના અભાવ....વગેરેથી કોંગ્રેસની માઠી છે, ઉપરથી મુદાઓનો અભાવ હોય લડત પણ આપી શકતા નથી, અને આપે તેમાં નક્કર પરિણામ મળ્યાના દાખલા જુજ છે.

-અમુકનુ સતાધારી સાથે ઇલુ-ઇલુ..

હાલારના બન્ને જીલ્લામાં અમુક શાણા કોંગ્રેસીઓ દેખાવ પુરતા વિરોધ કરી સતાધારી ભાજપ સાથે ઇલુ-ઇલુ કરી ધંધા કોન્ટ્રાક્ટ સુરક્ષિત કરી અનેક લાભ મેળવવામા અને અંદરની વાતો ભાજપને પહોંચાડવામા વ્યસ્ત છે, તેવી ચર્ચાતો છે તો અમુક ચબરાકોને આ બધા ગઠબંધન ની ગંધ આવતી હોય છે તે ક્યારેક બોલી પણ જતા હોય છે અને ભાજપ સંગઠન કે સતાધારી પદાધીકારી પાસેથી કામ કઢાવવા મા માહિર હોય છે.