જામનગર શહેરની સહનશીલ પ્રજાની સહન શીલતાને અભિનંદન આપવા ઘટે કારણ કે...

congratulations-to-the-tolerant-people-of-jamnagar-city

જામનગર શહેરની સહનશીલ પ્રજાની સહન શીલતાને અભિનંદન આપવા ઘટે કારણ કે...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ સફાઈ પાછળ યેનકેન પ્રકારે થાય છે, આ ખર્ચના પ્રમાણમાં શહેરમાં કેટલી અને કેવી સફાઈ થાય છે શહેર કેટલું સ્વચ્છ અને સુઘડ છે તે બધા જાણે છે, અરે મનપાના અધિકારીઓ પણ જાણે છે અને શાશકો પણ જાણે છે, છતાં શહેર સ્વચ્છના ગુણગાન તો ચાલુ જ રાખવા છે, એવામાં તાજેતરમાં સામે આવેલ એક વિડીયો કોઈ પાર્ટીને સાઈડે મૂકી દઈ અને જામનગરની પ્રજાની સહનશીલતાને અભિનંદન આપતો છે કારણ કે પ્રજાના ટેક્સના પૈસાથી થતા પગારથી એસી ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસી અને સાહેબે જે રજૂઆતકર્તાને જવાબ આપ્યો તે જવાબ એક અધિકારીને આપવો છાજે કે કેમ તેની ચર્ચાઓ શરુ થઇ છે,

વાત કઈક એવી છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિતના સ્થાનિકો જામનગર મનપાના ડેપ્યુટી કમિશ્નર એ.કે.વસ્તાનીને વોર્ડ નંબર 8 ની સફાઈ સહિતની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને અધિકારીએ આપ્યો વિચિત્ર જવાબ આપ્યો હતો શહેરમાં સફાઈના કરોડોના ખર્ચ પછી ગંધારા ગોબરા વિસ્તારોની સફાઈમાં વધુ ધ્યાન અપાવવાને બદલે રજૂઆત કરવા ગયેલ સ્થાનિકોને જાતે જ સફાઈ કરવાની સલાહ આપવાની વાત કર્યાનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, અધિકારીએ રજૂઆત કર્તાને કહ્યું કે “તમારે જામનગર બહુ બ્રાઇટ (ઉજળું) જોઈતું હોય તો જાતે સફાઈ કરો..!!” કા ભાઈ મનપાને લોકો સફાઈનો ટેક્સ ચુકવે છે તે શેના માટે ચુકવે છે, અને રજૂઆત સાચી કે ખોટી તે સાંભળવાની તમારી ફરજ છે, તેની ખરાઈ કરાવવાની પણ તમારી ફરજ છે, અને જો રજૂઆત સાચી હોય તો શહેરના હિતમાં તે કામ કરાવવાની પણ તમારી ફરજ છે તે કેમ ભૂલી જાવ છો સાહેબ શ્રી....ખરેખર તો લોકોએ જાગૃત બની આવા મુદ્દાઓ વારંવાર અધિકારીઓ સુધી સીધા જ પહોચાડવા જોઈએ જેથી કરીને સાહેબોને ખ્યાલ ના હોય તો આવા પ્રશ્નો તેમના ધ્યાનમાં આવે.