Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતીના ફોટા પ્રોફાઇલ પિક્ચરમાં રાખી અને ઈન્સ્ટાગ્રામ પર ફેક્ આઈ.ડી. બનાવવામાં આવી હોવાનું તેણીના પરિવારજનોના ધ્યાને આવ્યું હતું. આ અંગેની વધુ તપાસ કરતા કોઈ અજાણ્યા શખ્સે ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈ.ડી. બનાવી અને એક યુવતીના ફોટા રાખી તેણીની અન્ય બહેનપણીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. આમ, ઈન્સ્ટાગ્રામ પર ચોક્કસ નામથી ફેક આઈ.ડી. બનાવવા તથા પજવણી કરવા સબબ અજાણ્યા શખ્સો સામે યુવતીના પિતાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, દ્વારકા સર્કલના સી.પી.આઈ. બી.એમ. ટાટમિયા દ્વારા ફેક આઈ.ડી. બનાવનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.