જામનગરમાં વધુ એક કીમતી જમીન સસ્તામાં પચાવી પાડવાના કૌભાંડની સામે આવી ફરિયાદ

હાપા નજીક આવેલ જમીન મામલે પંચકોશી એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ દાખલ

જામનગરમાં વધુ એક કીમતી જમીન સસ્તામાં પચાવી પાડવાના કૌભાંડની સામે આવી ફરિયાદ

Mysamachar.in-જામનગર

જામનગરમાં એસ.પી.દીપન ભદ્રન અને એ.એસ.પી.નીતીશ પાંડેની ટીમ મુકાયા બાદ જમીનકૌભાંડીઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, વધુમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારીને કારણે મોટાભાગની જમીન કૌભાંડો સાચા હોય તેમાં ફરિયાદો થવા લાગી છે, જામનગર પંચકોશી એ ડીવીઝનમાં કીમતી જમીનના કૌભાંડ અંગેની વધુ એક ફરિયાદ નોંધાઈ છે,

રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે વસવાટ કરતા સંજયભાઈ કરશનભાઈ ભૂતે પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં કીશોરભાઈ ગજાનંદભાઈ મહેતા રહે.ગુલાબનગર સત્યસાંઇ નગર જામનગર, શરીફભાઈ ઓસમાણભાઈ ઉડેજા રહે.ધુવાવ ખારી વિસ્તાર તા.જી.જામનગ, ગોગુભા ઉર્ફે ઘોઘુભા મનુભા જાડેજા રહે.ધરાનગર જામનગર હાલ રહે.નાઘેડી ગામ તા.જી.જામનગર તથા તપાસમાં ખુલે તે તમામેં ફરીયાદી સહિતના અન્યની માલીકીની ખેતીની બજાર ભાવે કિ.રૂ.1,15,00,000/- ની કિંમતી જમીન સસ્તામાં પચાવી પાડવા ગુન્હાહીત કાવત્રુ રચી ફરીયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઈ જમીનની કિંમત પૈકી શ્રી સરકાર થયેલ ફાજલ જમીન બતાવી ફાજલ જમીનના માલીકી અંગેના ખોટા દસ્તાવેજ બનાવી ઉત્તરો-ઉત્તર દસ્તાવેજની ખોટી ફાઇલ તૈયાર કરી ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીને ખોટો વેચાણ કરાર કરી આપી ફરીયાદી સાહેદો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી તમામ આરોપીઓએ આર્થીક લાભ મેળવવા સમાન ઇરાદો પાર પાડી ગુન્હો કર્યાની ફરિયાદ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.