Mysamachar.in-જામનગર:
ખંભાળિયા જામનગર હાઈવે પર પડાણા નજીક એક ખાનગી કંપનીમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા યુવકનું અપહરણ કરી માર મારી અને લુંટ ચલાવ્યાની ફરિયાદ મેઘપર પડાણા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ મૂળ બિહારના 29 વર્ષીય કૌશલકુમાર અનીરૂધ્ધ તિવારી જે સિક્યુરીટીમાં નોકરી ખાનગી કંપનીમાં કરે છે, તેને આરોપીઓ ભરતસિંહ રહે. મીઠોઇ ગામવાળો તથા તેની સાથેનો બીજો એક અજાણ્યો માણસ સફેદ કલરની ફોરવ્હીનલ કાર નં. GJ-O3EC-0508 ની લઇને આવી આ ભરતસિંહે ફોરવ્હીનલ કારમાંથી નીચે ઉતરી લોખંડના પાઇપથી આડેધડ યુવકને મારી મારી તથા તેની સાથેના અજાણ્યાર માણસે પણ લાકડીથી આડેધડ માર મારી મુઢ ઇજા કરી ભરતસિંહે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂપીયા 1500 તથા એક મોબાઇલ ફોનની લુંટ કરી અપહરણ કરી ફરી વખત મારી એકબીજાની મદદગારી કર્યા સબબની ફરિયાદ દાખલ થઇ છે.