જામનગર:કમિશ્નર બારડએ બે અધિકારીઓને શા માટે કર્યા સસ્પેન્ડ...

બને જવાબદાર અધિકારીઓ પાસેથી  રોડના ખોદકામ અંગે સંતોષકારક જવાબ ના મળતા કમિશ્નર પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા હતા..

જામનગર:કમિશ્નર બારડએ બે અધિકારીઓને શા માટે કર્યા સસ્પેન્ડ...

જામનગર મહાનગરપાલિકા માં જ્યારથી કમિશ્નર તરીકે આર.બી.બારડ એ ચાર્જ લીધો છે..ત્યારથી તેવોએ પોતાની આગવી શૈલીથી કામગીરી કરવાને કારણે શહેરભરમા ખુબ જ લોકપ્રિય બન્યા છે...કમિશ્નર બારડ ને આવતા જ મનપાના  કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓની આળસ પોટલામાં વીટાઈ ચુકી છે..તો કર્મઠ અધિકારીઓ અને કર્મચારીઓ માટે કમિશ્નર બારડ એટલા જ સરળ પણ હોવાનું અધિકારીઓ અને કર્મચારીઓ ભલીભાતી જાણે છે...બીજીબાજુ અરજદારો પણ કમિશ્નર ના સંવેદનશીલ વલણ અને પ્રશ્નોના તાત્કાલિક નિકાલની પદ્ધતિથીની પ્રશંશા કરતાં જોવા મળ્યા છે.

એવામાં મહાનગરપાલિકા ના વોટરવર્કસ વિભાગમાં ફરજ બજાવતા બે અધિકારીઓ ને ફરજમાં બેદરકારી રાખવાનું  પરિણામ પણ ભોગવવાનો વારો આવ્યો છે...અહી વાત છે ગઈકાલની જયારે કમિશ્નર આર.બી.બારડ પોતાના રૂટીન રાઉન્ડમાં શહેરમાં ચાલી રહેલ પ્રિમોન્સુન કામગીરી સહિતની કામગીરીઓ ના નિરીક્ષણ અર્થે નીકળ્યા હતા..ત્યાં તેવોનું અચાનક ધ્યાન દિગ્જામ સર્કલ નજીક ખોદાઈ રહેલ  રોડ પર જતા તેવો એ ડ્રાઈવર ને ગાડી રોકાવી અને ત્યાં રોડનું ખોદકામ કરી રહેલ મજુરોને આ રોડ શા માટે ખોદવામાં આવી રહ્યો છે..તે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના મળ્યો જે બાદ સમર્પણ ઇએસઆરમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઈજનેર તેમજ જુનીયર ઈજનેર ને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા  હતા..અને બનેને જયારે કમિશ્નર બારડએ  રોડના ખોદકામ અંગે પૂછતા સંતોષકારક જવાબ ના મળ્યો...બને જવાબદાર અધિકારીઓ પાસેથી  રોડના ખોદકામ અંગે સંતોષકારક જવાબ ના મળતા કમિશ્નર પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા હતા..

રોડનું ખોદકામ શા માટે થઇ રહ્યું છે તે અંગે બને અધિકારીઓએ કમિશ્નર સામે અજ્ઞાનતા દર્શાવતા કમિશ્નર બારડએ આ બાબતને બંને અધિકારીઓની ફરજમાં બેદરકારી ગણી  સ્થળ પર જ રોજકામ કરાવી અને સમર્પણ ઈએસઆર માં ફરજ બજાવતા નાયબ ઈજનેર બી.એચ.નકુમ અને જુનીયર ઈજનેર કિશોર પીઠીયા ને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી અને ફરજમા બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે દાખલો બેસાડ્યો છે...