જામનગરની કોવીડ હોસ્પીટલમાં આયુર્વેદ-હોમીયોપેથી OPDનો પ્રારંભ કરાવતા કલેકટર

વૈકલ્પિક સારવાર માટે કરાયો પ્રારંભ

જામનગરની કોવીડ હોસ્પીટલમાં આયુર્વેદ-હોમીયોપેથી OPDનો પ્રારંભ કરાવતા કલેકટર

Mysamachar.in-જામનગર

અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની  તાજેતરની જામનગરની મુલાકાત દરમ્યાન સમીક્ષા બેઠકમા નકકી થયા અનુસાર જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોવીડ હોસ્પીટલના ગ્રાઉન્ડ ફલોરમા આજ રોજથી વૈકલ્પિક સારવાર માટે આયુર્વેદ - હોમીયોપેથ સારવાર પણ શરુ કરવામાં આવી છે. જાહેર જનતા માટે આ ઑ.પી.ડી.નો સમય સવારે 9.00 થી સાંજે 5.00 કલાક સુધીનો રહેશે. આ ઑ.પી.ડી.માં આયુર્વેદ અને હોમીયોપેથીના તજજ્ઞો સેવાઓ આપશે. આજ રોજ આ ઓપી.ડી.નો પ્રારંભ કલેકટર રવિશંકરના હસ્તે કરવામાં આવેલ છે.

જામનગર જીલ્લાની જનતાને આ પ્રાચિન વિજ્ઞાનની અમુલ્ય સારવારનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. આ તકે કલેકટર દ્વારા હેલ્પડેસ્કની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના કમિશ્રનર સતીષ પટેલ, આયુર્વેદ યુનિ.ના વાઇસચાન્સેલર અનુપ ઠાકર સહિતના તબીબો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.