Mysamachar.in-જામનગર:
સરકારી નોકરીમાં ભરતી થવા કટકીઓ વચેટિયા કરતા હોવાના મામલાઓ તો સામે અનેકવાર આવ્યા છે, પણ જામનગર જીલ્લાના લાલપુર ખાવડી સહિતના વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે કંપનીમાં ભરતી થવા માગતા ઉમેદવારો પાસેથી કંપનીની જાણ બહાર ઉઘરાણા થતા હોવાનું સામે આવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, મેઘપર પડાણા પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ.. અજયભાઇ રામેહર મલીક ધંધો-પ્રા.નોકરી રહે, ૨૨૫ પીપલી ખેરા(૫) તા,ગનૌર જી,સોનીપત હરીયાણાવાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સુરેશકુમાર અમીલાલ રહે.ઢાકી તા.તિજારા જી.અલવર રાજસ્થાન, વિજયશંકર નરેશકુમાર રહે.માચા તા.ભોગલીપુર જી.કાનપુર, પ્રમોદકુમાર તિવારી રે.ફતેહગઢ જી,જાફરાબાદ યુ.પી વાળાએ બીલીવ સોલ્યુસન સર્વીસીસ તથા સોલારીસ કંપનીમા સિક્યુરીટી ગાર્ડ તરીકે ભરતી થવા માટે ઉમેદવાર પાસેથી કોઈ રકમ લેવાતી ના હોય તેમ છતા કંપનીની જાણ બહાર ફરિયાદી તેમજ અન્ય નોકરી વાંછુંઓ પાસેથી અલગ-અલગ રકમો લઈ કંપની સાથે તેમજ નોકરી ઈચ્છુક સાથે અપ્રામાણીકતાથી પોતાના અંગત ફાયદા સારૂ રકમ લઈ એક બીજાને મદદગારી કરી ગુનાહીત વિશ્વાસઘાત કર્યા સબબની ફરિયાદ નોંધાઈ છે.