ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સન્માન સમારોહમા મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત 

મંત્રી હકુભા જાડેજા અને ટ્રસ્ટના કાર્યોને બિરદાવ્યા 

ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સન્માન સમારોહમા મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત 

Mysamachar.in-જામનગર:

જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય અને રાજ્યમંત્રી હકુભા જાડેજાના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ સ્પર્ધા વિજેતા સન્માન સમારંભમા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા, આયોજક સંસ્થાને મુખ્યમંત્રીએ અભિનંદન આપતા અખંડ રાષ્ટ્રવાદની ભૂમિકા સ્પષ્ટ કરી હતી,અને મંત્રી હકુભા જાડેજા અને ટ્રસ્ટ દ્વારા થતા પ્રજાહિતના કામોને પણ તેવો બિરદાવ્યા હતા,ઓશવાળ સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમા મુખ્યમંત્રી રૂપાણી તથા આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટયવિધિ સંપન્ન થઇ હતી. જામનગર શહેરમાં સ્થપાયેલા ૩૦૭ જાહેર ગણેશ પંડાલ પૈકી ૧૨ શ્રેષ્ઠ ગણેશજીને મુખ્યમંત્રીએ પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું. માસખમણ કરનાર જામનગર શહેરના જૈન શ્રેષ્ઠીઓનું પણ મુખ્યીમંત્રીએ બહુમાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે ઉપસ્થિતોને  શપથ લેવડાવ્યા‍ હતા. આ પ્રસંગે ૫૦ હજાર કાગળની થેલીનું વિતરણ કરાયું હતું. શ્રી ભાગ્ય લક્ષ્મી‍ એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટા દ્વારા યોજાયેલ શ્રી ગણપતિ મહોત્સવ સ્પર્ધા પુરસ્કારસમારોહ-૨૦૧૯ના કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રી રૂપાણીને હાલારી પાઘડી તથા તલવારથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા.


આ પ્રસંગે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી જાડેજા  ટ્રસ્ટ  વતી લોકોને આવકારી ગણેશ મહોત્સ્વ સ્પર્ધાના કાર્યક્રમ સાથે ધર્મની આવશ્યકતા અને સમાજમાં ધર્મ દ્વારા લોકોને જોડવાની ભાવના વ્યકત કરી હતી. આ તકે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ્ ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃતિઓ વિશે જણાવ્યું  હતું. તેમજ રાજયમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાની આ ટ્રસ્ટલ મારફત થતી  કામગીરીને બીરદાવી હતી. આ સન્માન સમારોહમાં ગણપતિ મહોત્સવના પંડાલના આયોજકો ઉપરાંત સામાજિક રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.