મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલ જામનગર જિલ્લાની મુલાકાતે

આ પ્રકારેના છે કાર્યક્રમો 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલ જામનગર જિલ્લાની મુલાકાતે
file image

Mysamachar.in-જામનગર:

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલ તા.06 ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે તેઓ એરફોર્સ સ્ટેશન ખાતે ઉપ રાષ્ટ્રપતી વેંકૈયા નાયડુને આવકારશે તેમજ ગોલ્ડન સીટી પાછળ, સોનલ નગર ખાતે જામનગર મહાનગરપાલીકા દ્વારા નિર્મિત લમ્પી આઇસોલેશન કમ વેકસીનેશન સેન્ટરની મુલાકાત લઈ કલેકટર કચેરી ખાતે લમ્પી વાયરસની સ્થિતી અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા વગેરે ઉપસ્થિત રહેશે.