મુખ્યમંત્રીએ જામનગરના શેખપાટમાં નવી GIDCની જાહેરાત કરી પણ..કાલાવડ GIDC જેવું તો નહિ થાય ને..?

કાલાવડનો પ્રોજેક્ટ ફેલ ગયો

મુખ્યમંત્રીએ જામનગરના શેખપાટમાં નવી GIDCની જાહેરાત કરી પણ..કાલાવડ GIDC જેવું તો નહિ થાય ને..?
file image

Mysamachar.in-જામનગર

ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગારીની નવી તકો ઉભી થાય તે માટે રાજ્યના વિવિધ 8 જિલ્લાઓમાં નવી GIDC ઉભી કરવાની જાહેરાત કરી છે, આ જાહેરાતમાં જામનગર રાજકોટ હાઈવે પર એટલે કે જામનગરથી નજીક શેખપાટ ગામે પણ નવી GIDC આકાર પામશે તેવી પણ જાહેરાત કરાઈ છે, આ જાહેરાત જરૂર આવકાર્ય છે, પણ આ સાથે સવાલ એવો પણ થાય કે શું આ જાહેરાત માત્ર જાહેરાત બની ને જ રહી જશે...??

આ સવાલ એટલા માટે થાય છે કે આજથી વર્ષો પૂર્વે કાલાવડ નજીક પણ આવી જ એક GIDC નું નિર્માણ કરવામાં આવ્યા બાદ અંદાજે બે વર્ષ પૂર્વે મુખ્યમંત્રીને હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યા બાદ પણ આજની તારીખે પણ આ GIDCમાં કાગડા ઉડે છે, કારણ કે અહી જે કોઈ ઉદ્યોગો શરુ થવા જોઈએ તેવું કશું ના થતા આ GIDCનો ખર્ચ માથે પડ્યો છે.ત્યારે હવે વધુ એક વખત જામનગર નજીક શેખપાટ ગામે GIDC ની જાહેરાત આવકાર્ય પણ તેની હાલત પણ કાલાવડ જેવી જ થશે કે રોજગારીનો હેતુ ખરા અર્થમાં સિદ્ધ થશે તે જોવાનું છે.