Mysamachar.in-વલસાડ:
તમને કોઈ કહે કે કરોડો રૂપિયાનો વરસાદ થશે તો તમે માનો ખરા..? જો તમારો જવાબ ના માં હોય તો કેટલાક લોકો એવા પણ છે કે જે આવી અંધશ્રદ્ધામાં આવી જતા હોય છે, વલસાડ જીલ્લાના કપરાડા ગામે…કપરાડાના વારોલી તલાટગામે ઠગે જુના રાજા છાપ સિક્કાથી વિધિ કરીને કરોડો રૂપિયાનો વરસાદ પડાવવાના નામે સમગ્ર પરિવારને ભાંગનું પાણી પીવડાવીને અર્ધબેભાન કરી ભાગવાની ફિરાકમાં હતો.તાંત્રિક ભાગી છૂટે તે પૂર્વે જ ઝડપાયો હતો. કપરાડા તાલુકામાં 2 ઇસમો પાસેથી વિધિ કરાવવાના બહાને 8 હજાર અને 7 હજાર રૂપિયા પણ લઇ લીધા હતા.
આ ઘટનામાં ઘુતારા સાથે કપરાડાના મયુર ભાઈની આ રીતે ઓળખ થઈ 26મી જાન્યુઆરીના રોજ સેલવાસમાં રહેતા દિપેશ નામક ઇસમે ફોન કરીને કહ્યું હતું કે, વલસાડ ડુંગરીમાં જયેશભાઇના ઘરે જુના સિક્કા ઉપર પૈસા પડાવવા માણસ આવેલ છે. તમારે સિક્કા ઉપર વિધિ કરાવી હોય તો આવો મયુર તેમના મિત્ર કલ્પેશ સાથે બાઇક ઉપર ડુંગરી પહોંચ્યા હતા. જ્યા જયેશભાઇએ ઠગ ભગત સાથે ફરિયાદી મયુર ની ઓળખ કરાવી હતી.
આરોપી ભરત બાપુએ ફરિયાદી મયુર પાસે વિધિના બહાને 8 હજાર અને રમેશ પાસેથી 9 હજાર રૂપિયાની માગણી કરી હતી. જોકે, ફરિયાદીના ઘરે વિધિ કરવા આવ્યો.હતો અને તાંત્રિક વિધિ શરૂ કરી હતી અને પરિવાર સભ્યોને બેસાડી બંધ રૂમમાં સિક્કા પર પૈસા પડવાનું કામ શરૂ કર્યું હતું અગાઉથી તેણે રૂ.15,000 લઇ લીધા હતા અને વિધિ કરવાના બહાને પરિવારના તમામ સભ્યોએ તેઓ ન કહે ત્યાં સુધી આંખ ન ખોલવાનું જણાવીને પાણીની બોટલમાં ભાંગ મેળવીને પીવડાવી દીધું હતું.
ભાંગ પીતાની સાથે જ પરિવારના તમામ સભ્યો ઉલટી અને અર્ધ બેભાન થઇ ગયા હતા. ફરિયાદીની માતાએ ભરત બાપુને પકડીને ઘરમાં બેસાડી રાખ્યો હતો. બાપુનું નામઠામ પૂછતા તેમણે પોતાનું નામ ભરત કરશનભાઇ પટેલ રહે. માધાપર, કચ્છ ભુજ હોવાનું જાણવા મળ્યું હતું.ઘટના સામે આવતા જ ગામ લોકો ભેગા થઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઘટનામાં બેભાન થયેલા પરિવારને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે તેને ઝડપી પાડી વધુ પુછતાછ હાથ ધરી છે.