વોર્ડ નંબર 3ના નાગરીકોનો હંમેશા ભાજપને મળ્યો સાથ, આ ચુંટણીમાં પણ રહેશે એ જ ઉમળકો:મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિજયવિશ્વાસ સંમેલન જેવો માહોલ

વોર્ડ નંબર 3ના નાગરીકોનો હંમેશા ભાજપને મળ્યો સાથ, આ ચુંટણીમાં પણ રહેશે એ જ ઉમળકો:મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીનો પ્રચાર પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ વોર્ડ નંબર 3 ની પેનલના સુભાષ જી. જોષી પરાગ પી. પટેલ  અલ્કાબા વી. જાડેજા, પન્નાબેન આર. કટારિયા (મારફતીયા)ને જબર લોકપ્રતિસાદ મળી રહ્યો છે, અને મતદારોમાં પણ સતત કાર્યશીલ એવા સુભાષ જોશી સહિતના ઉમેદવારો માટે લાગણી જોવા મળી રહી છે,

એવામાં ગતસાંજે પટેલ કોલોની શેરી નંબર 3 ખાતે ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ચત્રભુજદાસજી અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને હસ્તે કરવામાં આવ્યું ત્યારે જાણે ચારેય ઉમેદવારોની વિજયસભા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચા, આ વિસ્તારના પૂર્વ કોપોરેટર અને પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, લોહાણા સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીલેશભાઈ ઉદાણી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, હિતેનભાઈ ભટ્ટ, વગેરે અગ્રણીઓએ ભાજપ પક્ષ દ્વારા દેશ, રાજ્ય અને જામનગર શહેરમાં અને વોર્ડ નંબર 3 માં કરેલા કામોની વિકાસગાથા વર્ણવી અને વધુ એક વખત આ પેનલને જીતાડવા હાજર સૌને હાંકલ કરી હતી,

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા જામનગર 78 વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના લોકલાડીલા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ વિસ્તારના લોકોને ભાજપના ચારેય ઉમેદવારોને જંગી લીડથી જીત અપાવવા અપીલ કરતા વધુમાં કહ્યું કે જામનગર મહાનગરપાલિકામાં અઢી દાયકાથી ભાજપનું શાશન છે. અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ શહેરના વિકાસ માટે આવે છે, અને તેનો સદુપયોગ કરીને શહેરમાં વિવિધ વિકાસના આયામો સર કરવામાં આવ્યા છે, જેના સાક્ષી સૌ શહેરીજનો છે. તેવોએ પોતાના ઉદબોધન દરમિયાન કહ્યું કે તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયરૂપાણીને હસ્તે શહેરનો જ નહિ પરંતુ સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરબ્રીજ પણ જામનગરને મળ્યો છે જે ગૌરવની વાત છે.અને તેનાથી શહેરના ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે.આ જ રીતે શહેરમાં બનેલા અંધાશ્રમ ઓવરબ્રિજ, બેડી ઓવરબ્રિજ અને સત્યમકોલોની અન્ડર બ્રીજ અને હાલમાં દિગ્જામ ફાટક પાસે નિર્માણ પામી રહેલા ઓવરબ્રિજ  સહિત આવા અનેક વિકાસકામોની વણજાર ભાજપ શાષિત મનપા દ્વારા સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું.

વધુમાં તેવોએ કહ્યું કે વિકાસની રાજનીતિની વાત ચાલતી હોય ત્યારે વોર્ડ નંબર 3 હંમેશા ભાજપની સાથે રહ્યો છે અને ભાજપે પણ આ વોર્ડની ખુબ કીમત કરી છે અને આં વોર્ડમાંથી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ શહેરને મળ્યા છે.અને આગામી ચુંટણીમાં પણ આ વિસ્તારના જાગૃત, શિક્ષિત અને સમજુ મતદારો કોઈ ખોટી વાતો કે વચનોમાં આવ્યા વિના ભાજપના ચારેય ઉમેદવારો એવા હંમેશા દોડતા સુભાષ જોષી પરાગ પી. પટેલ અલ્કાબા વી. જાડેજા, પન્નાબેન આર. કટારિયા (મારફતીયા)ને વિજયી બનાવશે તેવો વિશ્વાસ મંત્રી હકુભા જાડેજા સહિતના મહાનુભાવોએ વ્યક્ત કર્યો હતો.

ગતસાંજે વોર્ડ નંબર ૩ ના ભાજપના મધ્યસ્થ ચુંટણી કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે સર્વ સમાજના આગેવાનો જેમાં વોર્ડ નંબર ૩ ના પ્રમુખ અશ્વિનભાઈ છપિયા, મહામંત્રી  નરેનભાઇ ગઢવી, પ્રવીણભાઈ અમૃતિયા, શાંતિનગર પ્રમુખ નાનભા બાપુ જાડેજા, ડો.ગીરીરાજસિંહ ગોહિલ, સરદારસિંહ જાડેજા (ગીતા એન્જીયરીંગ), લોહાણા સમાજના રમેશભાઈ દતાણી, ધીરુભાઈ કારીયા, કેતનભાઈ પટેલ (કડવા પટેલ સમાજ પ્રમુખ), અરુણભાઈ અમૃતિયા, પરેશભાઈ કારીયા, જીવનભાઈ રાઠોડ, શૈલેશભાઈ ફટાણીયા, પ્રદીપભાઈ જોશી, અમીશ શાહ, જયેશ ભટ્ટ, સુમિત રાવલ, ઇન્દ્રદીપ સોસાયટીના પ્રમુખ બીનાબેન સામાણી, ઉપપ્રમુખ હસુભાઈ સંઘવી, મહામંત્રી પ્રવીણભાઈ કટારીયા પ્રફુલભાઈ વાસુ (બ્રહ્મ સમાજ પ્રમુખ જામનગર જીલ્લા), અંજનભાઈ મસાલીયા (વાણીયા સમાજ પ્રમુખ), વાસુદેવભાઈ ડોલર, રમણીકભાઈ ગૌરેચા પ્રમુખ ગુર્જર સુથાર સમાજ અને દિલીપભાઈ ભારદીયા, મનહરલાલ રાજપાલ (સંત નીરાકારી મંડળ પ્રમુખ) નયનભાઈ વ્યાસ ,જસ્મીન ધોળકિયા,હિરેનભાઈ કનૈયા સહીત અનેક આગેવાનો, વોર્ડના ભાજપના આગેવાનો કાર્યકરો, સ્થાનિક લોકો સહીત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો.