જામજોધપુર, લાલપુર, ભાણવડના ખેડૂતોના મગફળીના પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરતા ચિરાગ કાલરીયા

ભેજ વધુ લાગ્યો હોય ક્વોલીટીના બહાના હેઠળ જતી ખોટ સરભર કરવા MLA ની માંગણી

જામજોધપુર, લાલપુર, ભાણવડના ખેડૂતોના મગફળીના પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરતા ચિરાગ કાલરીયા
file image

Mysamachar.in-જામનગર

ખેડૂતો રાત દિવસ એક કરી વાવણી કરે તેની માવજતમા પરસેવો પાડે અને મોસમ બગડે કાતો અતિવૃષ્ટી કાતો ઓછા વરસાદથી ત્યારે લોહી ઉકાળા થાય અને બધી મહેનત પાણીમા જાય હાલારમા આ વખતે એવુ જ થયુ અતિભારે વરસાદે પાકના સોથ વાળ્યા ત્યારે હાલ ટેકાના ભાવે મગફળી ખરીદાય છે, પરંતુ ભારે વરસાદનો ભેજ હજુ પાકમાથી ગયો ન હોય ક્વોલિટીના બહાને ભાવ ઓછા મળે તો ખેડુતોની હાલત વધુ બગડે તેમ હોઇ હંમેશા પોતાના વિસ્તારના પ્રશ્નો પ્રત્યે સજાગ જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ મુખ્યમંત્રીને ખેડૂતોની તરફેણમા સંવેદના રાખવા રજુઆત કરી છે,

જામજોધપુર, લાલપુર તેમજ ભાણવડ તાલુકામાં તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં તાજેતરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી ચાલુ છે, જે મગફળીની ખરીદી બાબતમા એવુ છે કે  જામજોધપુર, લાલપુર તેમજ ભાણવડ તાલુકામાં તેમજ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થયેલ છે. જેના કારણે ખેડૂતોએ આવેલ તમામ પાકો નિષ્ફળ ગયેલ છે તેમજ જમીનનું ધોવાણ થયેલ છે. તેમજ આશરે 300%થી વધારે વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવેલ મગફળીમાં પણ નાના મોટા પ્રશ્નો થવા પામ્યા હોય તે સ્વાભાવિક બાબત છે.

જેથી ટેકાના ભાવે ચાલતી મગફળીની ખરીદીમાં જે તે અધિકારીઓ દ્વારા મગફળીની ક્વોલીટીની ચકાસણી દરમ્યાન મગફળીના ઉતારવામાં તેમજ મગફળીમાં રહેલ ભેજ બાબતે રહેમરાહ રાખવા તેમજ ભરતી કરી તેમના પર માર્કેટિંગ યાર્ડ સુધી મગફળી હેરફેર કરવાના વાહન ભાડાના બિન જરૂરી ખર્ચ ન ચડે એ માટે અન્નદાતા એવા ખેડૂતોની પણ પરિસ્થિતિ ધ્યાનમાં રાખી તમામ મગફળીની ખરીદી કરી ખેડૂતોને સપોર્ટ આપી આ મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા સરકાર કક્ષાએથી ખેડૂત હિતલક્ષી નિર્ણય કરી રાજ્યના તમામ અધિકારીઓને હકારાત્મક વલણ દાખવવાના આદેશ આપવા ભારપૂર્વક ભલામણ ધારાસભ્યએ કરી છે કેમકે એક તરફ જંગી વાહન ભાડા ભોગવી ખેડુત મગફળી વેચવા જાય જ્યા માત્ર ભેજના કારણે મળવાપાત્ર ને બદલે પચીસ ત્રીસ ટકા ઓછો ભાવ આવે તે અસહ્ય ગણાય છે.