મુખ્યમંત્રીએ કહ્યું કે અહી વિકાસ સારો કરજો “આ ગામ મારું સાસરું છે”

રમુજ અંદાજ માટે જાણીતા છે ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ કહ્યું કે અહી વિકાસ સારો કરજો “આ ગામ મારું સાસરું છે”
file image

Mysamachar.in-મહેસાણા

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રમૂજી સ્વભાવ ક્યારેક ક્યારેક સામે આવતો રહે છે, એવામાં મહેસાણામાં આજે મુખ્યમંત્રીએ અધિકારીઓને મોજીલા અંદાજમાં ટકોર કરી હતી. સાલડી ગામમાં સન્માન સમારોહમાં તેમણે કહ્યું, અહીં વિકાસ સારો કરજો આ ગામ મારું સાસરું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાલડી ગામની મુલાકાત આજે મુલાકાત કરી હતી. સાલડી ગામમાં સન્માન સમારોહ બાદ ભુપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના અધિકારીઓને હળવી ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતું કે, અહી વિકાસ બરાબર કરજો. આ ગામ મારુ સાસરું છે.