મુખ્ય માહિતી કમિશનરે કહ્યું કે વહિવટમાં પારદર્શીતા લાવવા તેમજ ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે RTIનો કાયદો અગત્યનો છે પણ....

દેવભુમિ દ્વારકામાં અધિકારીઓને આર.ટી.આઇ. કાયદાની જાણકારી અર્થે મુખ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને સેમીનાર યોજાયો

મુખ્ય માહિતી કમિશનરે કહ્યું કે વહિવટમાં પારદર્શીતા લાવવા તેમજ ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે RTIનો કાયદો અગત્યનો છે પણ....

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

માહિતી અધિકાર અધિનિયમનો કાયદો એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન જેમાં અરજદાર સરકારી વિભાગો પાસે વિવિધ મુદ્દાઓની માહિતી માંગી અને તેના જવાબો મેળવતા હોય છે, પણ કેટલાક આરટીઆઈ એક્ટીવસ્ટો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે કેટલીય સરકારી કચેરીઓ એવી છે જેને માહિતી અધિકારના કાયદાને મજાક બનાવી દીધો છે, સમયસર માહિતીના આપવી, અધુરી માહિતી આપવી, અપીલમાં પણ હુકમો થયા બાદ માહિતી ના આપવી વગેરે કેટલાય અરજદારો આવા વર્તનનો ભોગ કેટલીય સરકારી કચેરીઓમાં બનતા હોય છે,

એવામાં તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં માહિતી અધિકાર અધિનિયમના કાયદાની જાણકારી અર્થે કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લાાના અધિકારીઓ કર્મચારીઓ સાથે માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર દિલીપ ઠાકરના અધ્યક્ષ સ્થાાને એક સેમિનાર યોજાયો હતો.આ તકે કમિશનર દિલીપ ઠાકરે જણાવ્યું હતું કે વહિવટમાં પારદર્શીતા લાવવા, તેમજ ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે આ કાયદો અગત્યાનો છે. તેમણે દરેક કચેરીએ બનાવવાનું થતું પ્રોએકટીવ ડીસ્કલોઝરને આ કાયદાનું હાર્દ ગણાવ્યું હતું. આર.ટી.આઇ. અંતર્ગત અરજી, રેકર્ડ, જાહેરસતામંડળ, સમયમર્યાદા, રેકર્ડનિરીક્ષણ, જાહેર માહિતી અધિકારીની સત્તાઓ, પ્રથમ અપિલ, બીજી અપિલ વેગેરે બાબતે સચોટ માહિતી આપી હતી. ત્યાર બાદ આ કાયદા અંતર્ગત પ્રશ્નોતરી કરવામાં આવી હતી.

મુખ્ય માહિતી કમિશનરે આ તકે ખુબ સારી માહિતી અને વિચારો આ કાયદાને અનુલક્ષીને હાજર અધિકારીઓ સમક્ષ રજુ કર્યા પણ સરકારી કચેરીઓમાં આ કાયદાની અમલવારી ચોક્કસ પ્રકારે ના થતું હોવાનું પણ અમુક કિસ્સાઓમાં જાણવા મળે છે, જે બાબત પણ અતિ ગંભીર કહી શકાય તેવી છે.