અકસ્માત થયેલ કે ભંગારમાં આવેલ કારના ચેસીસ નંબર ચોરાઉ ગાડીઓ પર લગાવવાનું કૌભાંડ ઝડપાયું

ગાડીઓના ચેચીસ અને એન્જિન નંબર ચોરેલી ગાડીઓ પર લગાવી વેચાણ કરતી ગેંગ ઝડપાઈ

અકસ્માત થયેલ કે ભંગારમાં આવેલ કારના ચેસીસ નંબર ચોરાઉ ગાડીઓ પર લગાવવાનું કૌભાંડ ઝડપાયું

Mysamachar.in-ગોધરા

તાજેતરમાં જ રાજકોટ પોલીસ આંતરરાજ્ય વાહન ચોરીનાં કૌંભાડનો પર્દાફાશ કરી બે શખ્સની ધરપકડ કરી છે. આ બંને શખ્સો કંપનીમાં નેટલોસ કારની ઓનલાઇન હરાજીમાં ખરીદી કરતા અને ચોરાઉ કારમાં એન્જિન અને ચેસીસ નંબર લગાવી ઉંચી કિંમતે વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યાં જ આવું વધુ એક કૌભાંડ ગોધરામાં સામે આવ્યું છે, જુની વેચેલી કે એક્સિડેન્ટવાળી ગાડીના ચેસીસ અને એન્જિન નંબર ચોરેલી ગાડીઓ પર લગાવી આવી ગાડીઓના ચેચીસ અને એન્જિન નંબર ચોરેલી ગાડીઓ પર લગાવી વેચાણ કરતી ગેંગને ગોધરા એલસીબી ટીમે પકડી પાડી છે.

આજથી એક બે માસ અગાઉ ગોધરા શહેરમાં જુદી જુદી જગ્યાથી ઇક્કો ગાડીની થયેલી ચોરી પૈકી કેટલીક ઇક્કોની ચોરી કરવામાં ગોધરા સિગ્નલ ફળીયાનો તોફીક ઉફે પેન્ટર બીસ્મીલ્લા, ઇમરાન મસ્જીદ આગળ રહેતો સિરાજ હનીફ, ગોધરા સ્ટેશનની સામે રહેતો હસન પઠાણ તથા તલાવડી પાસેનો નાવેદ ઉફે નીકુ છુટ્ટન એકબીજાની મદદ કરીને ગાડીઓ ચોરી લાવી સંતાડી રાખી હતી. બુધવારે તેમના મળતીયા મિત્ર સોયેબની સીમલા ગેરેજ જતાં બોર્ડ વગરની દુકાનમાં ચોરેલી ગાડીઓ લાવીને તે ઇક્કોના ચેસીસ નંબર અને એન્જીન નંબર બદલવાની કામગીરી કરી રહ્યા હતા.

ગેરેજ માલિક સોયેબે એક્સિડેન્ટવાળી ઇકો હરાજીમાં મેળવી હતી.અને મોરવાના કશનપુરનો રાજેશકુમાર પટેલ લઇને આવેલ જુની ઇક્કો ગાડીના એન્જિન અને ચેસીસ નંબરો તથા રજિ. નંબરો કાઢી ચોરેલી બે ગાડીઓમાં લગાવી રહ્યા હતા. અને તેને સાચા તરીકે ઉપયોગ કરીને તેને વેચવાની કોશિશ કરી રહ્યા હતા. ગોધરા એલસીબી ટીમે છાપો મારીને 6 જણાંને પકડી 4 ગાડી મળીને 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબી પોલીસે ચોરેલી ગાડીઓ કબજે કરીને ગોધરા એ અને બી પોલીસ મથક ના ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે ઇક્કો ગાડી નં.G.J.01 W.A.5428 કિ. 2,50,000, છુટુ પાડેલ એન્જીન કિ.5 હજાર, ચેચીસ નંબર લેખેલ છુટી પ્લેટ, ઇક્કો ગાડી નં.G.J.34 B. 0867 કિ. 2,45,000, એન્જીનના અલગ અલગ સ્પેર પાર્ટ કિ. 5 હજાર, એકસીડેન્ટવાળી ઇક્કો ગાડી કિ 50,000 કબજે કર્યા છે.