Mysamachar.in-જામનગર
GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસીએશન ફેસ-2 દરેડના ઉધોગપતિ હિરેન કિશોરભાઇ ચંગાણી તથા જીજ્ઞેશ ભગવતીલાલ લાવતીએ આ સંસ્થાના હોદેદારો તથા કારોબારી સમિતિના સભ્યો રાજેશભાઈ બાબુલાલ ચંગાણી, દિનેશભાઇ મોહનભાઇ ડાંગરીયા, વિશાલભાઈ રમણીકભાઈ લાલકીયા, વિપુલભાઈ વેલજીભાઇ હરીયા, દિનેશભાઇ ચકુભાઇ નારીયા, અનિલભાઈ કલ્યાણજીભાઈ પરમાર, વિનોદભાઇ નારણભાઇ પટેલ, તુલસીભાઈ વાલજીભાઈ મુંગરા, અશોકભાઇ ચનાભાઇ દોમડિયા, હરેશભાઇ બાબુભાઇ રામાણી, મનસુખભાઇ લઘુભાઇ ચૌહાણ, ગોકળભાઇ ચકુભાઇ રામાણી, રમેશભાઈ અમરશીભાઈ વિરમગામા, કિશોરભાઇ કલ્યાણજીભાઇ ભૂત, અશ્વિનભાઈ ધીરૂભાઈ નંદાણિયા, બટુકભાઈ કાબાભાઈ પણસારા, જેન્તિભાઈ બાવનજીભાઈ માધાણી, ચંદ્રકાંત તુલસીદાસ બકરાણીયા, આનંદભાઈ પ્રફુલચંદ્ર અડાલજા, હેમતભાઈ કેશવભાઈ કનખરા, રાજેન્દ્રભાઈ દુર્લભજીભાઈ સોલંકી પાસે તેઓએ જી.આઈ.ડી.સી વસાહત ફેસ-2 તથા 3 વિસ્તારમાં કરાવેલ કામોની વિગત તેની પ્રક્રિયા તથા બીલની રકમ ચૂકવણાની વિગત વિગેરે માહિતી માટે લેખિત માંગણી કરેલ….
જે ન દેતા વકીલ દ્વારા નોટીસ પણ આપેલ તેમ છતાં કાઇ દાદ ન દેતા અને આવા કામોમાં ખોટા ઉપજાવી કાઢેલ બીલો ધ્યાને આવતા તથા આ સંસ્થાના કારોબારી સભ્ય/ ટ્રસ્ટીને જ કામનો કોંટ્રાકટ સોંપી તેને મોટી રકમના ચૂકવણા કરી અંદરો અંદર નાણાકીય ગેરરીતિ ધ્યાને આવતા તે અટકાવવા માટે આવતા તે અંગે સંયુકત ચેરિટી કમિશ્નર સમક્ષ તેઓને જરૂરી સૂચના આપવા તથા કર્યવાહી કરવા કાયદેસરની અરજી કરી તેમાં વચગાળા મનાઈ હકૂમની માંગણી કરેલ જેમાં સંયુકત ચેરિટી કમિશ્નરએ આ તમામ સામે “ટ્રસ્ટના રોજબરોજના કરવા પાત્ર થતાં ખર્ચામાં સિવાય અન્ય કોઈ ખર્ચ કરવા નહીં રૂ.500/- અંકે રૂપિયા પાંચસો પૂરા થી વધુ રકમની ચુકવણી એકાઉન્ટ પે ચેકથી કરવી રૂ. 50.000/-થી વધુ રકમ ખર્ચ કરવાનો થાય ત્યારે પ્રથમ સાધારણ સભામાં તેવા ખર્ચની મંજૂરી મેળવી ત્યારબાદ ખર્ચ કરવાનો રહેશે તેમજ ટ્રસ્ટને લાંબાગાળે અસરકર્તા બને તેવા આર્થિક કે નીતિ વિષયક કોઈપણ નિર્ણયો સામાન્ય સભાની બહુમતી મંજૂરી સિવાય લેવા નહી “ તેવા વચગાળાનો મનાઈ હુકમ આપેલ છે. અરજદારો તરફે વકીલ અતુલ એ મહેતા રોકાયેલ છે.