જામનગરમાં શ્રી એચ.જે.લાલ (બાબુભાઇ લાલ) ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

જામનગરમાં શ્રી એચ.જે.લાલ (બાબુભાઇ લાલ) ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરની સામાજીક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરતી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ(બાબુભાઇ લાલ)ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ અને ધોરણ-૧૨ સામાન્યપ્રવાહ પરીક્ષામાં ૭૫ પી.આર કે તેથી વધુ પી.આર મેળવીને ઉર્તીણ થયા છે તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ મુજબ સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજવા માટેનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.


આથી જામનગર શહેરના ધો.૧૦ તેમજ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહના વિદ્યાર્થીઓ કે જેમણે ૭૫ પી.આર કે તેથી વધુ પી.આર મેળવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની નકલ તેમજ એક પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ત્રણબત્તી પાસે આવેલા એચ.જે.લાલ (બાબુભાઇ લાલ) ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલય (ઝૂલેલાલ મંદિરની સામે)નો તા.૦૧-૦૬-૨૦૧૯ થી તા.૧૫-૦૬-૨૦૧૯ સુધીમાં સવારના ૧૦-૦૦ થી ૧-૦૦ સુધી અને સાંજે ૫-૦૦ થી ૮-૦૦ સુધીમાં સંપર્ક સાધી ફોર્મ મેળવી અને જરૂરી વિગતો ભરીને પરત કરવાનું રહેશે.તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહની તારીખ,સમય અને સ્થળ નક્કી થયે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ હશે તેઓને જાણ કરવામાં આવશે.આ સંગેની માહિતી માટે ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધવા ટ્રસ્ટી જીતેન્દ્ર એચ.લાલ(જીતુ લાલ)ની યાદીમાં જણાવાયું છે.