ઝડપાયું કૂટણખાનું, ગ્રાહકોને ઓનલાઈન આકર્ષવામાં આવતા 

8 રૂપલલનાઓ હતી હાજર, અને ૩ ગ્રાહકો પણ હતા 

ઝડપાયું કૂટણખાનું, ગ્રાહકોને ઓનલાઈન આકર્ષવામાં આવતા 

Mysamachar.in: વડોદરા
રાજ્યના મેટ્રો સીટી વડોદરામાં વધુ એક વખત થયો છે દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ....વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સનરાઇઝ કોમ્પલેક્ષમા ચાલતા કુટણખાના ઉપર PCB શાખાએ દરોડો પાડી 8 કોલગર્લ અને 3 ગ્રાહકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા નામની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે બાતનીના આધારે જગ્યા પર દરોડો પાડતા સ્થળ પરથી 8 યુવતિઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક વિગતો પ્રમાણે, કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરાવવામાં આવતું હતું. PCBએ યુવતિઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે