Mysamachar.in-અમદાવાદ
અમદાવાદમાં સામે આવી છે અકસ્માતની ઘટના… જેમાં એક રીક્ષાચાલકે જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં ગત મોડી રાતે મોટેરાગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઈક અને રીક્ષા વચ્ચે આ ત્રીપલ અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી રહી છે, આ અકસ્માતમાં રીક્ષા અને કારનો બુકડો બોલી જવા પામ્યો હતો, કાર ચાલકે ફુલ સ્પીડમાં હોય સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો જેના કારણે આ ઘટના બની હોવાનું સામે આવે છે, કારચાલકે સામેથી આવતી રીક્ષા અને બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષા પલટી જતા રીક્ષાચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બાઈકસવાર ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.