કાર કુદીને રોંગસાઈડમાં અથડાઈ ટ્રક સાથે

સ્થળ પર જ એક નું મોત

કાર કુદીને રોંગસાઈડમાં અથડાઈ ટ્રક સાથે

Mysamachar.in-બનાસકાંઠા

બનાસકાંઠાના પાલનપુર અંબાજી માર્ગ ઉપર દાંતા નજીકના મોટાસડા નદીના પુલના વળાંકમાં પુરઝડપે આવી રહેલી કાર ડિવાઇડર કુદી રોંગ સાઇડમાં ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી.. અહીંથી  પસાર થઇ રહેલી કાર નં. GJ. 05. CL. 8759ના ચાલક જલોત્રાના ફાયનાન્સના વ્યવસાય સાથે વ્યાપારીની હતી તેણે કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર કુદી સામેની રોંગ સાઇડે ધસી ગઇ હતી. જ્યાં ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારનો કચ્ચઘાણ નીકળી ગયો હતો. જેમાં ચાલકનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે.