કારે ટક્કર મારતા 3 કૌટુબીક ભાઈઓના કરુણ મોત

ત્રણેય યુવકોને ટક્કર મારનાર કારનો પણ બુકડો બોલ્યો

કારે ટક્કર મારતા 3 કૌટુબીક ભાઈઓના કરુણ મોત

Mysamachar.in-બનાસકાંઠા

આજે દીપાવલીનો પાવનપર્વ છે, અને લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં વ્યસ્ત છે, એવા સમયે ત્યારે પાટણના રાધનપુરમાં ત્રણ પરિવારો પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. દિવાળીના દિવસે જ ખેતરમાં જતા ત્રણ યુવકોને એક કારે ટક્કર મારી હતી, અને અકસ્માતમાં ઘટના સ્થળ પર જ ત્રણેય યુવકોના મોત નીપજ્યા હતા. મૃતક ત્રણેય યુવકો કુટુંભી ભાઈઓ હતા. પાટણના રાધનપુર કલ્યાણપુરા પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કલ્યાણપુરા ગામના પેટ્રોલ પંપ પાસે કચ્છ તરફથી એક ગાડી રોંગસાઈડમાં આવી રહી હતી.

ત્યારે આ ગાડીએ ખેતરે જતા ત્રણ યુવાનોને ટક્કર મારી હતી. ખેતરે જતા યુવાનોને પાછળથી જોરદાર ટક્કર લાગતા યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્રણેય મૃતક યુવાનો રાધનપુરના કલ્યાણપુરા ગામના રહેવાસી છે. અકસ્માતને લઈ કલ્યાણપુરા ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા વળ્યા હતા. તો અકસ્માત સર્જનાર કારનો પણ કડુસલો બોલી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવકો કુટુંબી ભાઈઓ હતા. જેથી ત્રણ પરિવારોની માથે આભ તૂટી પડ્યું હતું. અકસ્માતમાં પ્રભુભાઈ ઠાકોર, ધનજીભાઈ ઠાકોર અને નભાભાઈ ઠાકોરના કરુણ મોત નિપજ્યા છે.