કારે મારી બાઈકને ટક્કર, 3 યુવકોના મોત 

કારે મારી બાઈકને ટક્કર, 3 યુવકોના મોત 

Mysamachar.in-અરવલ્લી:

અરવલ્લીના મોડાસામાં કાર અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા છે. મોડાસાના ફરેડી પાસે અકસ્માતમાં ત્રણ યુવાનોને કાળ ભરખી ગયો હતો. પૂરઝડપે આવતી કારે બાઈક સવાર યુવકોને અડફેટે લીધા હતા. બાઈક પર સવાર ત્રણ આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જોકે, કાર અકસ્માત સર્જીને તેમાં સવાર દંપતી ત્યાં જ કાર છોડીને ભાગી ગયુ હતું. યુવકોના મોત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.