Mysamachar.in-ગુજરાત
પ્રવાસસ્થળ માઉન્ટ આબુમાં પણ હાલ સારો વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે માઉન્ટ આબુની સુંદરતામાં ખુબ વધારો થયો છે, જાણવા મળી રહેલી માહિતી મુજબ રાજસ્થાનના પ્રસિદ્ધ માઉન્ટ આબુમાં ત્રણ દિવસમાં 28 ઈંચ વરસાદ પડ્યો છે. ધમધમોકાર વરસાદ હોવાથી રોડ પણ પાણી પણ વહેતાં થયા છે અને ઝરણાઓ પણ ખળખળાટ વહી રહ્યા છે. માઉન્ટ આબુ પર ગુજરાતીઓને એક મોટો અકસ્માત નડ્યો છે. પરંતુ સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માઉન્ટ આબુમાં જતા ગુજરાતીઓની એક કાર ખાઈમાં ખાબકી છે. આ ઘટના આબુરોડથી માઉન્ટ આબુ માર્ગ પર બની હતી. આ ઘટનામાં કારમાં બેસેલા ત્રણેય ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
માઉન્ટ આબુ માર્ગ પર ગુજરાતીઓની એક કારને મોટો અકસ્માત નડ્યો છે. ગુજરાતથી કાર લઈને માઉન્ટ આબુ જઈ રહેલા ત્રણ યુવકોની કાર માઉન્ટ આબુની ખીણમાં ખાબકી હતી. આ ઘટના આબુરોડથી માઉન્ટ આબુ માર્ગ પર બની હતી. આબુરોડથી માઉન્ટ આબુ માર્ગ પર આવેલા શની દેવ મંદિર પાસે કાર ખાઈમા પડી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાઈમા પડી હતી. જોકે, સદ્દનસીબે કારમાં બેસેલા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. કારમાં સવાર ત્રણેય ગુજરાતીઓ કંઈ જગ્યાના હતા, તેના સમાચાર મળી શક્યા નથી. પરંતુ ત્રણેય ઘાયલ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.