Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના લાલપુર પંથકમાં આરબલુસ ગામની સીમમાં નકટા પાવારિયા નજીક નંબર પ્લેટ વગરની એક કાર પોલ સાથે અથડાઈ હતી. કાર અકસ્માતગ્રસ્ત બનતા સામે આવ્યું કે કારમાં તો દારૂનો જથ્થો છે, આ મામલે લાલપુર પોલીસે ઘટનાસ્થળ પર પહોચી અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂપિયા 115000ની કીમતનો અલગ અલગ બ્રાન્ડનો 230 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે કાર માલિક કે કાર ચાલક કોણ તેની તપાસ ચાલી રહી છે, હવે પોલીસ કારના એન્જીન અને ચેસીસ નંબર આ કાર કોની છે? તેની તપાસ કરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આઈ-20 નો ગાડી ચાલક સામે ઈલેકટ્રીક પોલ સાથે અથડાવી ગાડી મુકી નાશી જવા અને દારૂની સપ્લાય કરવા સબબ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.