મહેસાણા હાઇવે પર બસ હાઈજેક,અંદાજે ૧ કરોડની લૂંટ

ગતરાત્રીના બન્યો બનાવ

મહેસાણા હાઇવે પર બસ હાઈજેક,અંદાજે ૧ કરોડની લૂંટ

Mysamachar.in-મહેસાણા:

ગતરાત્રીના મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા વોટર પાર્ક નજીક 9 શખ્સોએ એક બસને હાઇજેક કર્યા બાદ એક શખ્સ દ્વારા ડ્રાઇવરને બંદુક બતાવી બસ ઉભી રખાવી હતી,અને બંદુકની અણીએ આ લુંટની ઘટનનાને અંજામ આપવમ આવ્યો છે,

મહેસાણા-નંદાસણ હાઇવે નજીક 9 શખ્સો દ્વારા બસને હાઇજેક કર્યા બાદ આંગડિયા પેઢીના કર્મીને  લૂંટવામાં આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અંદાજીત ૧ કરોડની રકમના ડાયમંડ અને સોનાની લૂંટ ચલાવી શખ્સો ફરાર થઇ ગયા છે.બનાવની જાણ થતાં જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આસપાસના સીસીટીવી ચકાસી આરોપીઓનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે, 

મળતી વિગતો મુજબ પાલનપુરથી મહેસાણા જઇ રહેલી એસટી બસમાં જયંતી સોમા, વસંત અંબાલાલ અને એસ પ્રવીણ કુમારની આંગડીયા પેઢીના 6 કર્મીઓ બસમાં સવાર હતા. તે દરમિયાન ઉનાવા નજીક 9 જેટલા બંદુક ધારી શખ્સો બસમાં મુસાફર બનીને બેઠા હતા. 

જોકે પાલનપુરથી અમદાવાદ આવતી આ બસને તે સમયે કોઇને જાણ થઇ ન હતી. પરંતુ જ્યારે મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા વોટર પાર્ક પાસે આ 9 શખ્સો દ્વારા બસને હાઇજેક કરી લેવામાં આવી હતી.ત્યારે એક શખ્સ દ્વારા ડ્રાઇવરને બંદુક બતાવી બસ ઉભી રાખવા કહ્યું હતું અને બસ ઉભી રહેતા ડ્રાઇવરને બસની લાઇટો બંધ કરવાનું જણાવ્યું હતું.

ગભરાઈ ચૂકેલા ડ્રાઇવરે જેવી બસમાં લાઇટ બંધ કરી કે બસમાં બેઠેલા મુસાફરોને પણ બંદુક બતાવીને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બસમાં બેઠેલા 9 શખ્સો દ્વારા ત્રણ આંગડીયા પેઢીના 6 કર્મચારીઓને બંદૂક બતાવી અંદાજે 80 લાખ થી 1 કરોડના ડાયમંડ અને સોનાની લુંટ ચલાવી હતી. 

આ 9 શખ્સોએ લુંટ ચલાવ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા લાંધણજ પોલીસ સ્થળ પર પહોંચી અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. આ સમગ્ર ઘટના અને ફરિયાદના આધારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,

ત્યારે મહેસાણાના ખેરાલુ નજીકથી લૂંટમાં વપરાયેલ જીજે ૧૮ બીએ ૫૦૮૭ કાર બિનવારસુ મળી આવતા પોલીસ દ્વારા ખેરાલુ તરફ લૂંટારુ ટોળકી નાસી છૂટી હોય તે આધારે તપાસ તેજ કરી છે,

આટલી મોટી રકમની લૂંટ ની ઘટના થી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને ભર શિયાળે પોલીસને પરસેવા છૂટી ગયા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.