સુરેન્દ્રનગર:ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત ૨ના મોત,૨ ગંભીર અને ૧૦ થી વધુ ઈજાગ્રસ્ત 

બને વાહનો ધડાકાભેર અથડાયા

સુરેન્દ્રનગર:ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત ૨ના મોત,૨ ગંભીર અને ૧૦ થી વધુ ઈજાગ્રસ્ત 

mysamachar.in-સુરેન્દ્રનગર:

આજે વહેલી સવારે ચોટીલા રાજકોટ હાઈવે પર બોરીયાવીનેશ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ બે લોકોના મોત નીપજ્ય છે,જયારે ૧૫ જેટલા મુસાફરો ને ઇજાઓ પહોચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તો પૈકી ૨ ઈજાગ્રસ્તોની હાલ ગંભીર ગણાવાઈ રહી છે,ઘટનાને પગલે આ હાઈવે પર બને તરફે વાહનોની લાંબી કતારો કલાકો સુધી લાગી જવા પામી હતી,જો  પ્રત્યક્ષદર્શીઓ નું માનીએ તો બને વાહનો ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો,બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ૧૦૮ એમ્બ્યુલન્સ સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સર્જાયેલ ટ્રાફિક ને દુર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.