કા 50 રૂપિયાનું ઉઘરાણું લાવ કા તો પેસેન્જર ખાલી કર, ખંભાળિયામાં પેસેન્જર ભરવા..

નોંધાઈ પોલીસ ફરિયાદ

કા 50 રૂપિયાનું ઉઘરાણું લાવ કા તો પેસેન્જર ખાલી કર, ખંભાળિયામાં પેસેન્જર ભરવા..
symbolic image

My samachar.in:-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં ગાડીમાં પેસેન્જર ભરવા 50 રૂપિયાનું ઉઘરાણું માંગી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીનો મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે,  ખંભાળિયા પોલીસ મથકે નોંધાયેલી વિગત મુજબ શહેરના ટેલિફોન એક્સચેન્જ પાસે તાલુકા પંચાયત નજીક રહેતા વાલા દુલાભાઈ રૂડા નામના વ્યક્તિ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે મિલન ચાર રસ્તા પાસે આવેલ ચોકડી નજીક પોતાની ગાડીમાં જામનગરના પેસેન્જર ભરતા હતા ત્યારે આરોપી નારણ સામત જામ ત્યાં આવ્યો  અને કહ્યું હતું કે “જો તારે પેસેન્જર ભરવા હોય તો રૂપિયા 50 લાવ નહીં તો પેસેન્જર ખાલી કરી નાખ” જે બાદ ફરિયાદી વાલાભાઈએ આ અંગે કોઈ પ્રત્યુતર ના આપતા પોતાની મોમાઇ કૃપા નામની બસમાંથી લોખંડનો પાઇપ લઇ આવી, હુમલો કર્યો હતો. જેમાં ઇકો ચાલક અને હાથ પગ તથા જમણી આંખના ઉપરના ભાગે મારી આરોપીએ ઇજા પહોંચાડી હતી. માર માર્યા બાદ જો તું બીજી વાર ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડે તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી આરોપી નાસી ગયો હતો. બનાવ બાદ ઇકો ચાલકે બસના ચાલક સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.