બ્રિલિયન્ટ સ્કૂલનું ધોરણ 10 નું પરિણામ
માત્ર સ્કોલરશીપ નહિ, સ્કોલરશીપ સાથે ઉત્કૃષ્ટ પરિણામ

Mysamachar.in:જામનગર
આજરોજ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં જામનગરનું કુલ 69.65 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા જે વર્ષોથી બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે છે તે બ્રિલિયન્ટ સ્કૂલના વિધાર્થીઓ A1 ગ્રેડ સાથે ઝળહળ્યા છે. બ્રિલિયન્ટ સ્કૂલના વિધાર્થીઓમાં ચૌહાણ વૃત્તાંશ 99.96 PR, મકવાણા નિવ 99.49 PR, માંડવીયા અંકિતા 99.33 PR, સપડીયા મહંમદ સરવર 99.24 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ અન્ય વિધાર્થીઓએ પણ સારા PR સાથે બ્રિલિયન્ટ સ્કૂલનું નામ રોશન કર્યું છે. હર હંમેશ વિધાર્થીઓના પરીક્ષામાં સારા ગુણ મેળવતી જામનગરની એક માત્ર બ્રિલિયન્ટ સ્કૂલ માત્ર સ્કોલરશીપ નહિ, સ્કોલરશીપ સાથે ઉત્કૃષ્ટ પરિણામ આપે છે. ત્યારે આજરોજ ધોરણ 10 બોર્ડના પરિણામને લઈને વિધાર્થીઓના વાલીઓમાં પણ આનંદની લાગણી છવાઈ છે.ત્યારે પાસ થનાર દરેકને સંસ્થાના મોભી અશોકભાઈ ભટ્ટ ઉસ્મીતાબેન ભટ્ટ સહિતની ટીમે શુભેચ્છાઓ પાઠવ્યા હતા.