લાંચ રોકડામાં જ નહિ પરંતુ ગીફ્ટ, ગોલ્ડ, મોંઘા મોબાઈલ પણ હોય શકે...દિવાળીની લેવડદેવડ પર એસીબીની રહેશે નજર 

સરકારી કર્મચારીઓ અધિકારીઓ દિવાળી બગડી જશે...જોજો 

લાંચ રોકડામાં જ નહિ પરંતુ ગીફ્ટ, ગોલ્ડ, મોંઘા મોબાઈલ પણ હોય શકે...દિવાળીની લેવડદેવડ પર એસીબીની રહેશે નજર 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-ગાંધીનગર:

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરોએ તવાઈ બોલાવવાની શરુઆત કરી છે તેમાં ઉચ્ચ અધિકારીઓ થી માંડીને પટ્ટાવાળા સુધીના સરકારી બાબુઓ લાંચ લેતા એસીબીને હાથે ઝડપાઈ રહ્યા છે, ત્યારે આ વખતે કેટલાક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની દિવાળી બગડી શકે છે, કારણ કે એસીબીની બાજ નજર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ અને કચેરીઓમાં થઇ રહેલ લેવડ દેવડ પર હોવાનું આધારભૂત સુત્રો જણાવે છે,દિવાળીની ખુશાલી ભેટની આડમાં ગોલ્ડ, મોંઘી ભેટ- સોગાદ, ઘરેણાં, મોંઘા મોબાઇલ લેતા અધિકારીઓ અને કર્મચારીઓ પર એસીબી દ્વારા નજર રાખવામાં આવતી હોય છે.

તમામે તમામ સરકારી ઓફિસોને જિલ્લા કક્ષાની તમામ સરકારી ઓફિસોમા એસીબીની ટીમો તૈયાર રાખવા સૂચના આપી છે. જે પણ શકમંદ જણાય તેને ઝડપી લઇ પૂછપરછ કરવા અને ગુનાહિતો સામે કડક એકશન લેવા છુટ્ટો દૌર ઉપરથી આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.અને જિલ્લે- જિલ્લે એસીબીએ વોચ ગોઠવી છે. હાલ રોજના બે કેસ એસીબી સમક્ષ આવી રહ્યા છે. દિવાળી દરમિયાન અને દિવાળી પછી એસીબીની રેઇડ સતત ચાલુ રહેશે. અધિકારીઓ દિવાળી શુભેચ્છા સ્વરુપે ફલાવર, બુકે લઇ શકે છે. તે સિવાયના ગિફ્ટ કે પ્રલોભનોથી અધિકારીઓએ દૂર રહેવુ પડશે. નહિતર જો એસીબીની ઝપટે ચઢી જશે તો દિવાળી જેલમાં વિતાવવાનો વારો પણ આવી શકે તેવા સંકેતો એસીબીના સુત્રો આપી રહ્યા છે.