ભાણેજ મામીને પટાવીને ભગાડી ગયો..!

જાણો ક્યાનો છે કિસ્સો

ભાણેજ મામીને પટાવીને ભગાડી ગયો..!

Mysamachar.in-જુનાગઢ:

સામાજીક વ્યવસ્થા દિવસેને દિવસ ભાંગી પડતી હોય તેમ કચ્છમાં નરાધમ પિતાએ સગી પુત્રી પર નજર બગાડીને દુષ્કર્મ આચરવાનું અતિ શરમજનક કૃત્યથી હાહાકાર મચી ગયો છે,તેવામાં જૂનાગઢમાં ભાણેજ પોતાની મામીને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે,

પવિત્ર સંબંધો હવે ધીરે-ધીરે ખતમ થઈ રહ્યા હોય તેમ આ બનાવની મળતી વિગત મુજબ જુનાગઢ શીશુ મંગલ ફાટક પાસે રહેતા પ્રવીણભાઈના ૧૫ વર્ષ પહેલા મહારાષ્ટ્રની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવન ત્યારે તૂટી ગયું જ્યારે તેમની પત્ની ભાણેજની સાથે નાશી ગઈ હતી,

દરમ્યાન ભાવેશ પોતાની મામીને ભગાડી જઈને પાછળથી સોશ્યલ મીડિયામાં તેના નામનું એકાઉન્ટ બનાવીને પ્રવીણભાઈના ભાઈના દિકરાના એકાઉન્ટમાં વિડીયો કોલ કરીને કહ્યું કે,તારી દિકરીને મારી સાથે ફરવા આવવા દેતો ન હોવાથી મે તારી પત્ની મામીને પટાવી લીધી છે અને અમે બંને ભાગી ગયા છીએ,

જો તું અમારી સામે પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જુનાગઢ આવીને મારી નાખીશ આવી વિડીયો કોલથી ધમકી ભાણેજએ આપી હતી,આ મામલે મામાએ જુનાગઢ એસ.પી.ને રજૂઆત કર્યા બાદ ભાણેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.