વધુ એક બોગસ તબીબને એસઓજીએ ઉપાડ્યા 

જિલ્લામાં બોગસનો છે રાફડો

વધુ એક બોગસ તબીબને એસઓજીએ ઉપાડ્યા 

Mysamachar.in-જામનગર:

હાલારમા બોગસ તબીબોનો મોટો રાફડો છે,છતાં પણ આરોગ્યતંત્ર ને કેમ આ તબીબો નજરે નથી ચઢતા તે સવાલ છે,તેમાંય ખાસ તો મોટી ખાવડી નજીક અનેક બોગસ તબીબોની દુકાનો આવેલ છે,ત્યારે ખરેખર આરોગ્ય તંત્ર એ કરવાનું કામ પોલીસવિભાગ છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યુ છે,જામનગર નજીક આવેલ બજરંગપુર ગામેથી એસઓજીની ટીમે રાજેશભાઈ રાણપરીયા નામના શખ્સને મેડીકલ સર્ટી વિના તબીબી પ્રેક્ટીસ કરવા અંગે ઝડપી પાડી તેની પાસેથી  સ્ટેથોસ્કોપ,બીપી ઇન્સ્ટ્રુમેન્ટ,અને જુદી-જુદી દવાઓ મળી કુલ રૂપિયા ૧૭૨૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી મેડીકલ પ્રેકિટસનર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરુ કરી છે.