Mysamachar.in-જામનગર
બેડી વિસ્તારના બે સગા ભાઇઓ પગપાળા માછીમારી કરવા ગયા બાદ રવિવારથી હતા લા-પત્તા બનતા સ્થાનિક કોંગી કોર્પોરેટર નુરમામદ પલેજાએ તરવૈયાઓ અને મરીન પોલીસની મદદથી ત્રણ બોટમાં આજે સતત બીજા દિવસે કરેલા રેસ્કયુ ઓપરેશન દરમ્યાન એક અજાણ્યા યુવક ઉપરાંત બે માછીમાર યુવકોના પણ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ જવા પામ્યો છે, બે દિવસથી મદદ મંગાતી હતી પરંતુ આજે કામગીરી પૂરી થયા બાદ ફાયરની એક ટીમ પહોંચતા લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી. બે સગા ભાઈઓમાં હનીફ જુમાભાઇ કકલ ઉ.વ.32 અને જુનસ જુમાભાઇ કકલ ઉ.વ.35નો સમાવેશ થાય છે.