ભાજપના ધારાસભ્યએ ગૃહમંત્રીને પોલીસ કમિશ્નર વિરુદ્ધ પત્ર લખી આક્ષેપો કરતા પોલીસ બેડામાં ખળભળાટ 

જો કે અન્ય પોલીસ અધિકારીએ મીડિયાએ સમક્ષ કહ્યું કે તપાસ થશે 

ભાજપના ધારાસભ્યએ ગૃહમંત્રીને પોલીસ કમિશ્નર વિરુદ્ધ પત્ર લખી આક્ષેપો કરતા પોલીસ બેડામાં ખળભળાટ 

Mysamachar.in-રાજકોટ:

રાજ્યના રાજકારણમાં ને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જાય તેવો મામલો રાજકોટથી સામે આવ્યો છે, રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ગોવિંદ પટેલે ગૃહમંત્રીને એક પત્ર લખી રાજકોટ પોલીસ કમિશ્નર સામે કથિત આક્ષેપો કરતા આ મામલો ભારે ગરમાયો છે, ધારાસભ્યે લખેલ પત્રની નકલ અહી મુકવામાં આવી છે, જો કે ધારસભ્યના આક્ષેપ બાદ અન્ય એક ઉચ્ચ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં આ મામલે ગોળ ગોળ જવાબો આપી તપાસ થશે તેમ કહ્યું હતું. જો કે સત્ય શું તે તપાસ બાદ જ સામે આવશે.