જામજોધપુરના વાંસજાળિયા ગામેથી પોલીસે ઝડપી પાડ્યો લાખોનો અંગ્રેજી શરાબનો જથ્થો 

આ શખ્સોના ખુલ્યા નામ...

જામજોધપુરના વાંસજાળિયા ગામેથી પોલીસે ઝડપી પાડ્યો લાખોનો અંગ્રેજી શરાબનો જથ્થો 

Mysamachar.in-જામજોધપુર:

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે રહેતો કાના લાખા મોરી અને મુળુ ઉર્ફે હક્કો કારા મોરી નામના બન્ને શખ્સો ભેગા મળી અને બહારના રાજ્યમાં થી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અને વેચાણ કરી રહ્યા હોવાની જામજોધપુર પોલીસને બાતમી મળતા વાંસજાળિયા થી ઉદેપુર તરફ જતા રસ્તે મંદિરની બાજુમાં આવેલ નદીના પટ્ટમા થી અંગ્રેજી શરાબની ૩૩૦૦ બોટલ અને એક આઈસર મળી કુલ ૨૧.૫૦ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.