Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ડીઝલનો ભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે તંત્રની આંખમાં ધૂળ નાખીને ગેરકાયદેસર બાયોડીઝલ જેવો પદાર્થ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં વેચાણ થઇ રહ્યાની માહિતી પરથી પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ત્રણ શખ્સો સઈ દેવળિયા રોડ પર પોલીસે આ કૌભાંડ ઝડપી પાડ્યું છે, નારણભાઇ કાનાભાઇ લગારીયા, ભરતભાઇ સામતભાઇ ખોડભાયા, ભાવેશભાઇ ડાડુભાઇ વશરા નામના શખ્સો સ્થળ પરથી પોલીસે ઝડપી પાડ્યા હતા,
ત્રણેય શખ્સોએ આર્થિક લાભ મેળવવા માટે સરકાર દ્વારા નિયમ તથા પેટ્રોલીયમ પ્રોડ્ક્ટ્ના કોઇ પણ ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર અને કોઇ પણ પ્રકારની મંજુરી વગર, બેદરકારી ભર્યુ આચરણ કરી, બાયોડીઝલનો ગેરકાયદે સંગ્રહ કરી તેમજ દોઢ લાખની કિંમતનું એક ટાટા ટેંકર અને તેની અંદર લોડ કરવામાં આવેલ 2050 લીટર બાયોડીઝલનો જથ્થો કબજે કરાયો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી, ત્રણેય શખ્સો સામે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3(2)ડી,7 તથા IPC કલમ 285, 114 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.