Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળીયાના કાકાભાઇ સીહણ ગામની સીમમાંથી જુગાર અખાડામાં જુગાર રમતા છ ઇસમોને દેવભૂમિ દ્વારકા LCB ટીમેં રૂ.2,04,730ની મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે, દ્વારકા LCB પી.આઈ.જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમના એ.એસ.આઇ. સજુભા જાડેજા, જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજાનાઓને અગાઉથી મળેલ ચોકકસ બાતમી અનુસંધાને લખમણભાઇ અરજણભાઇ ગોરાણીયા મેર રહે. ખાંભોદર ગામ, તા.જી. પોરબંદર વાળાઓએ ખંભાળીયા તાલુકાના આહીર સીહણ ગામ પાસે આવેલ કાકાભાઇ સીહણ ગામની કેવળા વાડી સીમમાં નાથાભાઇ માલદેભાઇ કેશવાલા રહે. જામનગર વાળાની વાડી ફાર્મ હાઉસમાં ભાગીયાએ તેના અંગત આર્થીક ફાયદો મેળવવા સારૂ બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી હકીકતવાળા સ્થળે રેઇડ કરી કુલ-6 ઇસમોના કબ્જામાંથી રોકડ રૂ.1,20,230 તથા મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ.14,500 તથા ટુ-વ્હીલર વાહન-3 કિ.રૂ.80,000 મળી કુલ રૂ.2,04,930 ના મુદામાલ સાથે પકડી પાડી. તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી હતી.
-ઝડપાયેલ જુગારીઓ
-લખમણભાઇ અરજણભાઇ ગોરાણીયા મેર રહે.ખાશોધર ગામ, તા.જી. પોરબંદર હાલ નાથાભાઇ માલદેભાઇ કેશવાળાની કાકાભાઇ સીહણ ગામની સીમમાં વાડીના મકાને તા. ખંભાળીયા
-દેવસીભાઇ દેવરખીભાઇ ગાગલીયા આહીર રહે. અપીયા ગામ, તા. લાલપુર, જિ. જામનગર
-રાજશીભાઇ જીવાભાઇ ચાવડા આહીર રહે. આહીર સીહણ ગામ તા ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા
-દેવાયતભાઇ વિક્રમભાઇ ચાવડા રહે. આહીર સીહણ ગામ તા. ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા
-નારણભાઇ નાથાભાઇ ચાવડા રહે. આહીર સીહણ ગામ તા. ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા
-જેસાભાઇ લાખાભાઇ ચાવડા રહે. આહીર સીહણ ગામ તા. ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા