ઘરે દાગીના ધોવા આવતા શખ્સોથી ચેતવા જેવો છે આ કિસ્સો..

થઇ ઝપાઝપી અને શખ્સ નાશી ગયો...

ઘરે દાગીના ધોવા આવતા શખ્સોથી ચેતવા જેવો છે આ કિસ્સો..

Mysamachar.in-અમદાવાદ:

ઘરે મહિલાઓ એકલી હોય ત્યારે દાગીના ધોવાને બહાને આવતા શખ્સોનો ભરોસો કરતાં પહેલા ચેતવા જેવો એક કિસ્સો અમદાવાદ શહેરમા સામે આવ્યો છે, અને ભૂતકાળમાં આવા કિસ્સાઓ જામનગરમાં પણ સામે આવી ચુક્યા છે, વાત અમદાવાદમાં સામે આવેલ કિસ્સાની કરીએ તો...અંકુર ચાર રસ્તા પાસે આવેલા ભદ્રેશ્વર ફ્લેટમાં રહેતા ૭૩ વર્ષીય વૃદ્ધા સુર્યાબહેન તેમના પતિ સાથે રહે છે. ગુરૂવારે બપોરે તેમના ઘરે એક શખ્સ આવ્યો હતો. ઘરમાં આવેલા શખ્સે વૃદ્ધાને દાગીના ધોઇ દેવાનીવાત કરતા સુર્યાબહેનના પતિએ પોતાની આંગળીમાંથી પહેરેલી એક વીંટી કાઢીને આવેલા શખ્સને ધોવા આપી હતી. જે બાદ આવેલા શખ્સે બીજા દાગીના માંગતા જ તેઓને શંકા ગઇ હતી. જેથી તેને પકડીને તેની પાસેથી ધોવાઆપેલી વીંટી વૃદ્ધે પાછી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ વૃધ્ધા અને તેના પતિ સાથે ઝપાઝપી કરી હતી અને ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. આમ વૃદ્ધ દંપતી અને આવેલ શખ્સ વચ્ચે ઝપાઝપી થઇ હતી અને તે દરમિયાન આવેલ શખ્સનું પાકીટ ત્યાં પડી જતાં તેમાંથી અન્ય દાગીના મળ્યાં હતાં.આ સમગ્ર ઘટના બાદ વૃદ્ધ દંપતીએ સ્થાનિક પોલીસને આઅંગે ફરિયાદ કરી છે.