પેટ્રોલ-ડિઝલના ભાવવધારા વચ્ચે ઘરવપરાશના બાટલામાં પણ ૫૭ વધ્યા

મધ્યમ વર્ગમાં દેકારો

પેટ્રોલ-ડિઝલના ભાવવધારા વચ્ચે ઘરવપરાશના બાટલામાં પણ ૫૭ વધ્યા

mysamachar.in-જામનગર:

સવારે ઊઠીએ અને દૈનિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવવધારો ન થયો હોય તો જ નવાઈ લાગે છેલ્લા કેટલાય સમય થી પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલ ભાવોએ સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવી નાખ્યું છે...અને પેટ્રોલ-ડિઝલ ૧૦૦ના આંકને અડી જવા પર છે,ત્યાંજ અધુરામાં પુરુ હોય તેમ હવે રાંધણ ગેસના ભાવમાં પણ વધારાનો માર લોકોએ સહન કરવો પડશે,

એવામાં રાંધણ ગેસના  સતત કમરતોડ ભાવ વધારા વચ્ચે આજે વધુ એક વખત ઘર વપરાશના રાંધણ ગેસના બાટલામાં ૫૭ રૂપિયાનો ભાવ વધારો થતાં ગૃહિણીઓમાં કકળાટ શરૂ થયો છે...અને મોંઘવારીના કારણે સામાન્ય જનજીવન પર  ભાવધધારાની સીધી  જ અસરો  જોવાઈ રહી છે,

આજે ઘરવપરાશના સબસિડીવાળા ગેસના સીલીન્ડરો ના ભાવમાં ૫૭ રૂપિયાનો વધારો કરવામાં આવતા આજની તારીખે નવો ભાવ જામનગર શહેરનો ૧૪ કિલોના બાટલાના ૮૭૫.૫૦ પૈસા થવા પામ્યો છે ગત માસે ૮૧૮ રૂપિયા જેવો ભાવ હતો આવીજ રીતે કોમર્શિયલ LPGના ગેસના બાટલાનો ભાવ જામનગર શહેરમાં ૧૯ કિલોના એક માસ પહેલા ૧૪૧૭ હતા આજનો ભાવ ૧૫૦૬ રૂપિયા થતાં ૮૯ રૂપિયા જેવો ભાવ વધારો થવા પામ્યો છે,

સૂત્રોમાથી મળતી વિગત મુજબ છેલ્લા ૬ માસથી ઘરવપરાશના રાંધણ ગેસના બાટલામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને છેલ્લા થોડા મહિનાઓમા જ  અંદાજે ૩૦૦થી ૪૦૦ રૂપિયાનો ભાવ વધારો થવા પામ્યો છે,આમ એક બાદ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના આસમાનને આંબી રહેલા ભાવો મધ્યમવર્ગીય લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે.