Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળીયા ખાતે ખંભાળિયા પોલીસ સ્ટાફને માહિતી મળી હતી કે મામલતદાર કચેરીની બાજુમાં આવેલ વકીલ તુરૂણભાઇ વિઠ્ઠલાણી પોતાની કબ્જા ભોગવટાની વકીલાતની ઓફીસમાં ક્રિકેટ પર સટ્ટો ચાલી રહ્યો હોવાની માહિતી પરથી પોલીસે સ્થળ પર પંચો સાથે પહોચતા વકીલ તરુણ વિઠલાણીએ પોતાની કબ્જા ભોગવટાની ઓફીસમાં પોતાના આર્થિક ફાયદા સારૂ અનવરભાઇ ભગાડ તથા શકિતભાઇ વરજાંગભાઇ જામ સાથે મળી ઓસ્ટ્રેલીયામા લાઇવ રમાતી બીગ બેસ 20/20 લીંગ 2021/2022 કિક્રેટ ટુનામેન્ટાની મેચમાં તરૂણભાઇ જંયતીલાલ વિઠ્ઠલાણી તથા શાહબાઝ અનવરભાઇ ભગાડનાઓએ પોતાના મોબાઇલ ફોનમાં galaxyexch99.co/m/gan નામની આઇ.ડી. વડે Brisbane heat V/s Hobart Hurricanes વચ્ચે ચાલી રહેલ મેચ ઉપર ઓનલાઇન સોદા લગાવી મેચમાં પૈસા વતી નશીબ પર આધારીત હારજીતનો જુગાર રમી રમાડી શકિતભાઇ વરજાંગભાઇ જામ અન્ય બે ને આઇ.ડી. આપી પોતાના અંગત લાભ મેળવી મિલાપી પણુ કરી એકબીજાની મદદગારી કરી તમામ પાસેથી કુલ રોકડા 7700 તથા મોબાઇલ ફોન કુલ-03 15000 ગણી કુલ 22,700 ના મુદામાલ મુદામાલ સાથે ઝડપાઈ જતા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.