સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં ચોરીઓને અંજામ આપનાર બેલડી જામનગર LCBને હાથ લાગી

30 ઘરફોડ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલાયો

સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં ચોરીઓને અંજામ આપનાર બેલડી જામનગર LCBને હાથ લાગી

Mysamachar.in-જામનગર:

થોડા સમય પૂર્વે નાઘેડી ખાતે આવેલ એક રહેણાંક મકાનમાંથી ચાંદીના કડા, કદોરો, ઝાંઝરી તથા તાગલી એમ કુલ 60 હજારની ચોરીનો બનાવ બનેલ હતો, જે ગુનો વણશોધાયેલ હતો. તેમજ આવા બીજા ઘરફોડ ચોરીના ગુન્હાઓ શોધવા જામનગર જીલ્લા ઈન્ચાર્જ પોલીસ વડા નિતેશ પાંડેયએ એલસીબી ટીમને સુચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડતા એલસીબી જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા,

દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા હિતેન્દ્રસિંહ જાડેજાનાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે,જામનગર તથા અન્ય જીલ્લામા અલગ અલગ સ્થળે દિવસ દરમ્યાન ચોરી આચરવામા રાજેશ રમેશભાઇ જીંજુવાડીયા રવી અશોકભાઇ રાઠોડ રહે ધરાનગર જામનગરનાઓની સંડોવણી હોવા અંગેની ખાનગી રાહે હકિકત મળેલ કે, દરેડ ગામના ખોડીયાર માતાજીના મંદિર પાસે બન્ને ઇસમો ઉભા હોવાની હકિકત મળતા બન્નેને હસ્તગત કરવામાં આવેલ છે.બન્ને શખ્સોએ જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, મોરબી, જુનાગઢ, રાજકોટ, સહિતના જિલ્લાઓમાં પણ હાથફેરો કર્યાની હકીકતો પોલીસ સમક્ષ કબુલી છે.

ઝડપાયેલા શખ્સો પાસેથી એલસીબીએ 15 ગ્રામ સોનાના દાગીના, 2400 ગ્રામ ચાંદીના દાગીના, પણ કબજે કર્યા છે, બન્ને ઇસમો દિવસ દરમિયાન રોડ પર આવેલ મકાનો તેમજ ગામ નજીકની વાડીઓમાં આવેલ મકાનોના તાળા તોડી તસ્ક્રીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે.

-કામગીરી કરનાર ટીમ 
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.નિનામાની સતત દેખરેખ હેઠળ પીએસઆઈ .કે.કે.ગોહિલ, પીએસઆઈ  આર.બી.ગોજીયા તથા પીએસઆઈ બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિન ગંધા, ભરત પટેલ, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, શરદ પરમાર, દિલીપ તલવાડીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, હીરેન વરણવા, હરદિપ વાઘલ, વનરાજભાઇ મકવાણા, ધાના મોરી, ખીમા ભોચીયા, ફીરોજ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોર પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણ ભાટીયા, સુરેશ માલકીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.