મારી સાથે સંબંધ રાખ નહીંતર પતાવી દઇશ

જાણો ક્યાનો છે કિસ્સો

મારી સાથે સંબંધ રાખ નહીંતર પતાવી દઇશ

Mysamachar.in-અમદાવાદ:

આજકાલ યુવક અને યુવતીઓમાં મિત્રતા કરવાની હોડ લાગી છે.અમુક યુવક અને યુવતીઑ તો સોશ્યલ મીડિયામાં એકબીજાથી આકર્ષાઈને લગ્ન સુધી પહોંચી જાય છે.જેમાં વાંધાવચકા થાય છે,તેવા મામલાઓ પોલીસ મથકે પહોંચતા હોવાનું પણ સામે આવતું રહે છે.એવામાં અમદાવાદમા ધરારથી સંબંધ રાખવા એક યુવકે યુવતીને ધમકી આપ્યાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

વાત છે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી અને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં અભ્યાસ કરતી હતી. તે સમયે શાહપુરના ભોયવાડામાં રહેતા અક્ષય નામના યુવક સાથે તેની મિત્રતા થઇ હતી. યુવતી તેના ઘરના પરિવારજનોને પણ ઓળખતી હતી. બે વર્ષ પહેલા બંને વચ્ચે કોઈ અણબનાવ બનતા સંબંધ તૂટી ચૂક્યો હતો.

એવામાં ગત 7 જાન્યુઆરીએ યુવતી કોલેજે ગઈ ત્યારે અક્ષય નામના યુવકે યુવતીના મોબાઈલ ફોન પર ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન ન ઉપાડતા અક્ષય કોલેજ પર પહોંચ્યો હતો,જેવી 11 વાગ્યા આસપાસ યુવતી કોલેજમાંથી બહાર આવી ત્યારે અક્ષયે 'તું મારો ફોન કેમ નથી ઉપાડતી, મારી સાથે કેમ સંબંધ નથી રાખતી ?, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. સતત છ દિવસ સુધી આ રીતે કોલેજની બહાર આવીને ધમકીઓ આપતો હતો. અંતે કંટાળી ગયેલ યુવતીએ આ મામલે અક્ષય વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.