દિવાળીના તહેવારોમાં કિંમતી ભેટ લેવામાં રાખજો ધ્યાન...આવુ પણ થઈ શકે...

પરિવારના સભ્યો તરફથી મળતી ગીફ્ટ નથી કરપાત્ર

દિવાળીના તહેવારોમાં કિંમતી ભેટ લેવામાં રાખજો ધ્યાન...આવુ પણ થઈ શકે...

mysamachar.in-અમદાવાદ:

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નિયમોને આધારે તાજેતરમાં પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ ભેટ સ્વીકારવા પર મનાઈ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે,છતાં ઘણા લાલચુ અધિકારીઓએ દિવાળીની ભેટ સ્વીકારતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે,

તેવામાં સરકાર દ્વારા કડક આદેશ આપીને સરકારી કર્મચારીએ દિવાળી દરમ્યાન જાતે તેમજ મળતિયા દ્વારા પણ ભેટ સ્વીકારવી નહીં તેવું ફરમાન કરવામાં આવ્યું છે તો બીજી તરફ દિવાળી પર લોકો એકબીજાને ગીફ્ટ આપે છે.જો તમે તમારા પરિવાર અથવા સંબંધીઓને ગીફ્ટ આપો છો અથવા ગીફ્ટ લો છો તો કોઇ ટેન્શનની વાત નથી પરંતુ જો તમે એવા લોકો પાસેથી ગીફ્ટ મેળવો છો જેની સાથે તમારે લોહીનો સંબંધ નથી, તો તમારે આવી ગીફ્ટનો હિસાબ રાખવો જોઇએ નહીંતર ઇન્કમ ટેક્સ વિભાગની નોટીસ આપના સુધી પહોંચી જશે,

જો તમે ૫૦ હજાર રૂપિયાથી વધારેની ગીફ્ટ મેળવો છો અને ગીફ્ટ આપનાર વ્યક્તિ સાથે તમારે લોહીનો સંબંધ નથી તો તે તમારી આવક ગણાશે અને તમારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવવું પડશે.જો તમે આ ગીફ્ટને ઇન્કમ ટેક્સ રિટર્નમાં નહીં દેખાડો તો તેના પર તમને ઇન્કમ ટેક્સ વિભાગ નોટીસ પાઠવી શકે છે.તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે,

તમને તમારા પરિવારના સભ્યો તરફથી ગીફ્ટ મળે છે,જેની સાથે તમારે લોહીનો સંબંધ છે,તો તેના પર તમને કોઇ ટેક્સ લાગતો નથી.તમે તમારા પરિવારના સભ્યોને ગમે તેટલી કિમતી ગીફ્ટ આપી શકો છો અથવા તો લઇ શકો આ કરપાત્ર નથી.

આમ દિવાળીના તહેવારો દરમ્યાન રોકડ કે પછી ગીફ્ટ સ્વીકારતા પહેલા આ બાબત સરકારી બાબુઓ માટે ખાસ ધ્યાનમાં લેવા જેવી રહેશે.